સરકારી આરામ ગૃહ “આરામ હરામ હૈ” લાઠી દામનગર બાબરા સરકારી બાબુ ઓ કે નેતા ઓને ઉતરવું ક્યાં ?
દામનગર અમરેલી જિલ્લા માં લાઠી દામનગર બાબરા ત્રણ નાના સેન્ટરો વચ્ચે એકપણ સરકારી સર્કિટ હાઉસ કે ધર્મશાળા નહિ હોવા થી સરકારી અધિકારી ઓ કે બદલી થઈ આવતા કર્મચારી ઓ સરકારી મહેમાનો ને ઉતારવા ઠેકાણું ક્યાં ? અમરેલી જિલ્લા પંચાયત સર્કિટ હાઉસ અને લાઠી તાલુકા પંચાયત હસ્તક ની દામનગર ની ધર્મશાળા અને જિલ્લા પંચાયત હસ્તક નું રેલવે સ્ટેશન રોડ ઉપર સર્કિટ હાઉસ છે પણ અતિ જીર્ણ અવસ્થા માં ખાનગી હોટલ ગેસ્ટ હાઉસ પણ નાના સેન્ટરો માં ક્યાં થી હોય ? કોઈ સરકારી બાબુ ઓ કે નેતા ઓ આવે તો ઉતરવું ક્યાં સૌથી મોટી સમસ્યા અમરેલી જિલ્લા પંચાયત હસ્તક ના દામનગર અને લાઠી સર્કિટ હાઉસ છે પણ પૂરતી સુવિધા વગર જીર્ણ અવસ્થા માં બંધ ખડેર તાલુકા પંચાયત ની ધર્મ શાળા ઓતો વર્ષો થી બંધ રહેવાથી કાટમાળ માં ફેરવાઈ ગઈ છે ત્યારે સરકારી મહેમાનો માટે લાઠી બાબરા દામનગર વિસ્તાર માં કોઈ સગવડ નથી અમરેલી જિલ્લા પંચાયત સર્કિટ હાઉસ નો જીર્ણોદ્ધાર કરે તો અતિથિ દેવો નો સત્કાર થઈ શકે ને ? કોઈ અધિકારી બદલી થઈ ને આવે વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉતારો ક્યાં કરવો ? આ વિસ્તાર ને નાની મોટી દરેક સુવિધા અંગે સતત અન્યાય ક્યાં સુધી કરાશે ? વર્ષો થી બંધ સર્કિટ હાઉસ અને ધર્મશાળા ની મિલકત ઉપદ્રવ નો અડ્ડો બની રહી છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયત અને લાઠી તાલુકા પંચાયત કચેરી ઓએ દરકાર લેવી જોઈ એ સર્કિટ હાઉસ ધર્મશાળા ઓનો જીર્ણોદ્ધાર કરો તેવી સ્થાનિક કક્ષા એથી માંગ અવારનવાર કરાય રહી છે
Recent Comments