સરકારી ઉ.મા. શાળા હાથબ દ્વારા દરિયા પટ્ટની સફાય હાથ ધરાઇ
સરકારી ઉ.મા શાળા -હાથબના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દરિયા તટ માં પ્લાસ્ટિકનો કચરો વિણી ને દરીયાઇ પ્રદુષણને બને તેટલું અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.હાથબમાં દર વર્ષે આ રીતે વિદ્યાર્થીઓ સાથે આ દરિયા તટને સ્વચ્છ કરવામાં આવે છે. આ સફાય કાર્ય સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ એ સાથે મળી સુંદર રીતે કર્યું હતું. હાથબ શાળાના આ પર્યાવરણ સ્વચ્છ અભિયાનને ડી.ઇ.ઓ. શ્રી વ્યાસસાહેબ શુભેચ્છા આપી વધાવ્યું હતું, ને બીજી શાળા પણ આ કાર્ય માંથી પ્રેરાણા લઈ પર્યાવરણ ની સ્વચ્છતા જાયગૃતિ લાવે એવું કહ્યું છે.સમગ્ર અભિયાનને સફળ બનાવા પ્રિન્સીપાલ કૃણાલભાઈ ભટ્ટી,તથા ડી.એમ.સરવૈયા, વંદના ગોસ્વામી,મિલેશભાઈ,,નેહાબેન અંધારિયા, શાહનવાઝબેન,જાગૃતિબેને જેહમત ઉઠાવી હતી.
Recent Comments