ગુજરાત

સરકારી કર્મચારીઓના પરિવારમાં કોરોના થશે તો ૧૫ દિવસ રજા મળશે

સરકારી કર્મચારીઓ માટેના મંત્રાલયે બહાર પાડેલા આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના માતા–પિતા કે તેઓ પર ર્નિભર પરિવારના કોઇ અન્ય સભ્યને કોરોનાનો ચેપ લાગશે તો આ કર્મચારીઓને ૧૫ દિવસની ખાસ કેયુઅલ લીવ (સીએલ) મળશે.

તેણે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓની આ ખાસ કેયુઅલ લીવ પૂરી થઇ જાય તે પછી પણ જાે પરિવારના કોઇ સભ્ય કે માતા–પિતાને કોરોના માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા હશે તો પણ તેઓની આ રજા (સગાંને) હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે ત્યાં સુધી લંબાવી અપાશે. સરકારી કર્મચારીઓ માટેના મંત્રાલયે દરદીની સારવાર, હોસ્પિટલાઇઝેશન કે કવોરન્ટાઇન જેવી બાબતમાં વિગતવાર જાહેરાત પોતાના આર્ડરમાં કરી હતી. આર્ડરમાં જણાવાયું હતું કે સરકારી કર્મચારીને કોરોનાનો ચેપ લાગે તો તેને હોસ્પિટલમાં સારવાર માટે અથવા કવોરન્ટાઇન થવા માટે ૨૦ દિવસની કોમ્યૂટેડ લીવ મળશે. સરકારી કર્મચારી કનટેન્મેન્ટ ઝોનમાં રહેતો હશે તો તેને ફરજ પર જ અથવા વર્ક ફ્રોમ હોમ કરતો જ ગણાશે.

Follow Me:

Related Posts