સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ
મોડા આવીને વહેલા જતા રહેલા સરકારી કર્મચારીઓએ હવે તેને ગંભીરતાથી લેવાની જરૂર ઃ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે કડક ચેતવણી ઈશ્યું કરી, વધુમાં વધુ ઓફિસમાં ૧૫ મિનિટ મોડા આવવાની મંજૂરીદેશના તમામ કેન્દ્રીય કર્મચારીઓએ ઓફિસમાં ૯.૧૫ વાગ્યા સુધીમાં પહોંચી જ જવું પડશે. ઓફિસ ફક્ત સમયસર આવી જવું એટલું પૂરતું નથી. પરંતુ ત્યાં તેમણે હાજરી નોંધાવવી પણ જરૂરી છે. એટલે કે કર્મચારીઓએ બાયોમેટ્રિક સિસ્ટમ (મ્ર્ૈદ્બીંિૈષ્ઠ છંંીહઙ્ઘટ્ઠહષ્ઠી જીઅજંીદ્બ) માં પંચ કરાવવું જરૂરી રહેશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ તમામ કર્મચારીઓ પછી તે સીનિયર હોય કે જૂનિયર તમામ કર્મચારીઓએ બાયોમેટ્રિક એટેન્ડેન્સ લગાવવી જરૂરી રહેશે. અત્રે જણાવવાનું કે ૪ વર્ષ પહેલા આવેલી કોરોના મહામારી બાદ મોટાભાગના સરકારી કર્મચારીઓ બાયોમેટ્રિક પંચ કરતા નહતા. સરકારી બાબુઓને હવે મોડું આવવું અને ઘરે વહેલા જતા રહેવું ભારે પડી શકે છે. હવે આ લાંબો સમય ચાલી શકશે નહીં. કારણ કે કેન્દ્ર કરકારે હવે સરકારી બાબુઓ પર લગામ કસી છે. સરકારે આવા કર્મચારીઓ માટે કડક ચેતવણી ઈશ્યું કરી છે. સ્પષ્ટ કરી દીધુ છે કે મોડા આવીને વહેલા જતા રહેલા સરકારી કર્મચારીઓએ હવે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારી કર્મચારીઓને વધુમાં વધુ ઓફિસમાં ૧૫ મિનિટ મોડા આવવાની મંજૂરી હશે.
કાર્મિક મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયુ છે કે જાે સ્ટાફ સવારે ૯.૧૫ વાગ્યા સુધીમાં ઓફિસ ન પહોંચે તો તેમનો હાફ ડે લાગી જશે. જાે કોઈ પણ કારણસર કર્મચારી કોઈ ખાસ દિવસે ઓફિસ આવી શકે નહીં તો તેની જાણકારી તેમણે પહેલેથી આપવી પડશે. જાે ઈમરજન્સી સ્થિતિમાં રજા જાેઈએ તો તેના માટે પણ લેખિતમાં આપવું પડશે. હવે તમામ વિભાગ પોતાના કર્મચારીઓની ઓફિસમાં હાજરી અને સમય પર આવવા અને જવા પર નિગરાણી કરશે. કેન્દ્ર સરકારની તમામ ઓફિસો ૯ વાગ્યાથી ૫.૩૦ વાગ્યા સુધી ખુલ્લી હોય છે.
મોડા આવવાનું અને વહેલા જનારા લોકોમાં પબ્લિક- ફેસિંગ જાેબવાળા કર્મચારીઓ પણ સામેલ હોય છે. તેમના મોડા આવવાથી અને વહેલા જવાથી લોકોને ઘણી અસુવિધાઓ થાય છે. કેન્દ્ર સરકારના નવા નિર્દેશ, ગત વર્ષ ઈશ્યુ કરાયેલા આદેશોના સંદર્ભમાં છે. વાત જાણે એમ છે કે સરકારે કોરોનાકાળ પછી કર્મચારીઓ માટે બાયોમેટ્રિક એટેન્ડેન્સ જરૂરી કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૨માં તેને ફરીથી શરૂ કરાઈ હતી. સરકારે કહ્યું હતું કે ઓફિસે મોડા આવીને વહેલા જવાની આદતવાળાએ ગંભીર થવાની જરૂર છે. આમ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. સરકારનો આ નવો આદેશ એવા કર્મચારીઓ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે જે સવારે ૧૦ વાગે કે ત્યારબાદ ઓફિસ આવે છે અને પછી જ્યારે મન થાય ત્યારે ઘરે જતા રહે છે.
બોક્સ
કર્મચારીઓ માટે કડક નિયમ
- કર્મચારીઓએ ૯.૧૫ વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચવું પડશે. મોડા પડશો તો હાફ ડે લાગશે.
- કર્મચારીઓએ આધારસક્ષમ બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ભરવી જરૂરી છે. જે કોરોના મહામારીના કારણે બંધ કરાઈ હતી.
- કર્મચારી જાે ઓફિસ ન આવી શકે તો તેણે તેની સૂચના પહેલેથી આપવી પડશે.
- તમામ વિભાગોના અધિકારીઓએ કર્મચારીઓની હાજરી અને સમયની પાબંધી અંગે નિગરાણી રાખવી પડશે.
Recent Comments