અમરેલી

સરકારી ચિલ્ડ્રનહોમ અમરેલી ખાતે વૃક્ષારોપણ કરી ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પ્રતાપપરા અમરેલી ખાતે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સુરક્ષા અધિકારીશ્રી આર.બી.ખેર તેમ જ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વી.યુ.જોષી, વન વિભાગમાંથી શ્રી ચૌહાણ સહિત સંસ્થાના સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સૌએ સાથી મળી વૃક્ષ વાવી અને તેના જતનનો સંકલ્પ લીધો હતો તેમ સુપ્રિટેન્ડન્ટશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts