સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી સંપન્ન
સરકારી ચિલ્ડ્રન્સ હોમ તથા મહિલા મંડળ દ્વારા પ્રતાપપરા સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે ગત તાજેતરમાં અંતેવાસી બાળકો સાથે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી સાથોસાથ બાળકોમાં જ્ઞાનમાં વધારો થાય તથા બાળકોમાં ફાયર અને ઈમરજન્સીની પરિસ્થિતિમાં કેવી સાવચેતી રાખવી તેની સમજ ઉભી થાય તે માટે અમરેલી જિલ્લા ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા બાળકોને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન સૌ પ્રથમ ફાયર કે ઈમરજન્સી જેવી પરિસ્થિતિ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનો અંગે બાળકોને સમજ આપવામાં આવી હતી તથા વિવિધ આપત્તિજનક પરિસ્થિતિમાં કેવા પગલા લેવા જોઈએ તથા કોઈ જગ્યા પર આગ લાગી હોય તેવા સંજોગોમાં આગને બુજાવવા ફાયર-ફાઈટરનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ ફાયર સર્વિસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સાધનો અંગે વિગતે માહિતી ફાયર ઓફિસર શ્રી એચ.સી.ગઢવી અને તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો દ્વારા બાળકોને રંગ, પિચકારી સાથે હોળીની ઉજવણીની ભેટ આપી બાળકોના દિવસની ઉજવણીમાં વધુ રંગો ભરી આપ્યા હતા.
બાળકોએ હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી હતી. આ પર્વની ઉજવણી દરમિયાન અમરેલી જિલ્લા ફાયર અને ઈમરજન્સી વિભાગની ટીમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આર.બી.ખેર તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, વી.યુ.જોષી, અધિકારી-કર્મચારીઓ તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોશ્રીઓ તથા મહિલા વિકાસ મંડળના કર્મચારીઓ અને સરકારી ચિલ્ડ્રન હોમના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે મળી હોળી ધૂળેટી પર્વની ઉજવણી સાથે મળી કરવામાં આવી હતી, તેમ અમરેલી ચિલ્ડ્રન હોમના સુપ્રિન્ટેન્ડેન્ટએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments