fbpx
અમરેલી

સરકારી પીપળવા ખાતે નવ નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર નું લોકાર્પણ

લાઠી તાલુકા ના સરકારી પીપળવા ખાતે ઠુંમર પરિવાર ના અનુદાન થી નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર નું લોકાર્પણ કરવા માં આવ્યું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, સાંસદ ભરત ભાઈ સુતરીયા, ધારા સભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. એ. કે.સીંગ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ સિંહા અને ડો. આર. આર. મકવાણા દ્વારા દિપ પ્રાગટ્ય બાદ આયુષ્માન આરોગ્ય મંદિર નું ઉદઘાટન કરેલ હતું. આ દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ ના મેડિકલ ઓફિસર ડો. મુકેશ સીંગ અને ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૯૨ દર્દીઓ ને તપાસ કરી અને સારવાર આપવા માં આવી હતી. તેમજ કુલ ૨૫ દાતાઓ એ રક્તદાન કરેલ હતું. સમગ્ર ચાવંડ આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા આરોગ્ય કચેરી લાઠી ના સ્ટાફ અને ગ્રામજનો વતી દાતાઓ અને આરોગ્ય વિભાગ નો આભાર પ્રગટ કરેલ હતો.

Follow Me:

Related Posts