સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર – ૨ બેગલેસ દિવસની પ્રવૃત્તિ સંદર્ભે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર – ૨ બેગલેસ દિવસની પ્રવૃત્તિ સંદર્ભે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પોલીસ તત્ર દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી. પોલીસ એ પ્રજાના મિત્ર છે એ બાબતની સંકલ્પના દ્રઢ થઈ
શ્રી બ્રાંચ શાળા નંબર – ૨ , કન્યા શાળાની બાળાઓ દ્વારા આજરોજ તારીખ ૨૭ માર્ચ ૨૦૨૩ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. દસ દિવસ બેગલેસ અંતર્ગત પોલીસ સ્ટેશનમાં થઇ રહેલ વિવિધ પ્રવૃત્તિઓજાણી, હથિયારો, લોકપ,કાચા કામના કેદી, પાકા કામના કેદી, જાણકારી મેળવી હતી,તેમજ પોલિસ હેડ કોન્સ્ટેબલ સાથેના વાર્તાલાપ રિવ્યુ લઈ અને બાળકોએ 108 ,100 નંબર તેમજ સાઇબર ક્રાઇમ વિશે બધી જુદી જુદી જાણકારી મેળવી હતી.
Recent Comments