તાજેતરમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયા દ્વારા ‘ત્રિવેણી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે શહીદોનાં ગીતો પ્રસ્તુત કરીને ધ્વજવંદન, બપોરે બ્લડ ડોનેશન કેમ્પ અને સાંજે સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. થેલેસમિયાથી પિડાતા લોકોને મોટી સંખ્યામાં રક્તદાન આપી સેવાકાર્ય કર્યું હતું. ખડસલિયાની લિજ્ઞનાઈટ કંપનીને ગુજરાતમાં સૌ પ્રથમ વાર કોયલા મંત્રાલય ભારત સરકાર દ્વારા વર્ષ 2021-2022 નો ફાઈવ સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરવા બદલ મેનેજર શ્રી ધંજયકુમારનું સન્માન કરવામાં આવ્યું હતું.
પૂર્વ સરપંચ જેતુભાઇ દેસાઈ, પૂર્વ મંત્રી કે. ડી. ત્રિવેદી, મમતાબેન, ભુપતભાઈ ડાભીનું પણ વિશિષ્ટ કાર્ય બદલ અભિવાદન થયું હતું. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા તેજસ્વી વિધાર્થીઓનું શિલ્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી હિતન્દ્રસિંહ પઢેરિયાસાહેબે શુભેચ્છા અને આચાર્યા વંદના ગોસ્વામીએ શુભકામના પાઠવી હતી. સર્વશ્રી શહનાઝબેન, જે. કે.પરમાર, પ્રકાશભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ હતી. સંચાલન વીરેન્દ્રસિંહ વાળાએ કરેલું. આખો દિવસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને શહીદોની પુણ્યસ્મૃતિમાં પસાર થયો હતો.
Recent Comments