ભાવનગર

સરકારી વિજ્ઞાન કોલેજ, ગારીયાધાર ખાતે વિધાર્થીઓએ એક દિવસના અધ્યાપક બની શિક્ષક દિનની ઉજવણી કરી

સરકારી વિજ્ઞાન કોલેજ, ગારીયાધાર ખાતે કાર્યરત ’સપ્તધારા’ ની સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા હેઠળ આજ પ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

          એક દિવસ માટે આચાર્ય, ઇન્ચાર્જ આચાર્ય,  ક્લાર્ક અને અધ્યાપક તેમજ અધ્યાપિકા બનીને કુલ-૩૦  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા એક દિવસના શિક્ષક બની ખૂબ જ ઉત્સાહપૂર્વક અધ્યાપન કાર્ય કરવામાં આવ્યું હતું.

          શૈક્ષિણક કાર્ય પછી વિદ્યાર્થીઓ દ્વારા જ એક કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ એક શિક્ષકની સામાજિક ભૂમિકા અંતર્ગત પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં.

          ત્યારબાદ નિયમિત અધ્યાપકો દ્વારા આજના દિવસ પૂરતાં બનેલ અધ્યાપક વિદ્યાર્થીઓને તેમજ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

          સંસ્થાના ઇન્ચાર્જ આચાર્યશ્રી શ્રી એન.બી.ખાચર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. અંતે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના ચેરમેન ડો. ભાવેશ ડી. પરમાર દ્વારા શિક્ષક દિનની ઉજવણીને સફળ બનાવવામાં સહભાગી થયેલ તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સર્વેનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts