fbpx
રાષ્ટ્રીય

સરકારી હોસ્પિટલમાંથી ચોરાઈ ગયા કોરોનાની રસીના ૩૨૦ ડોઝ

કોરોનાની રસી આપવાના ચાલી રહેલા અભિયાનની વચ્ચે રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંયાની સરકારી હોસ્પિટલમાંથી કોરોનાની રસીના ૩૨૦ ડોઝ ચોરાઈ ગયા છે.

દરમિયાન આરોગ્ય મંત્રાલયે આ મામલામાં પોલીસ ફરિયાદ તો નોંધાવી છે પણ વેક્સીન કોણ ચોરી ગયું તેની જાણકારી કોઈને નથી. હવે સરકાર એ વાતની તપાસ કરી રહી છે કે ગેરકાયદે રીતે વેક્સીન લગાવવા માટેનુ રેકેટ તો નથી ચાલી રહ્યુને…
મળતી વિગતો પ્રમાણે સરકારી હોસ્પિટલમાં સ્ટોરમાં મુકવામાં આવેલી કો-વેક્સીન નામની કોરોના રસીનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. કારણકે આ સ્ટોકમાંથી રસીના ૩૨૦ ડોઝ ગાયબ હતા. આ ચોરીમાં હોસ્પિટલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts