ગુજરાત

સરકારે આગામી ૧૫ દિવસમાં વર્ગ ૩ માટે ભરતીની બહાર પાડવાની જાહેરાત કરીવર્ગ ૩ માટે ૫ હજાર જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે

ગાંધીનગર, રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે આગામી ૧૫ દિવસમાં વર્ગ ૩ માટે ભરતીની બહાર પાડવાની જાહેરાત કરી છે. વર્ગ ૩ માટે ૫ હજાર જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે. ઉત્તરાયણ પહેલા ભરતીને લઈને જાહેરાત કરવાની તૈયારી શરૂ કરાઈ છે.

તો બીજી તરફ ૮ ફેબ્રુઆરીથી શરૂ થનારી ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. જેમાં ૪.૧૮ લાખ ઉમેદવારો ફોરેસ્ટ બિટગાર્ડની પરિક્ષા આપશે. રોજના ૫૦ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. આ પરીક્ષા નવી પદ્ધતિ મુજબ એટલે કે કમ્પ્યુટર બેઝ્‌ડ રીક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. જે માટે ૧૧ જિલ્લાના સેન્ટર પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts