fbpx
રાષ્ટ્રીય

સરકારે આ વર્ષે સરકારી કંપનીઓમાં વિનિવેશથી રૂ.૬૫,૦૦૦ ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો

નવી દિલ્હીઃ ભારત સરકાર કોલ ઈંડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ (ઇઝ્રહ્લ)માં ૫થી ૧૦ ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે. બ્લૂમબર્ગના સૂત્રોના હવાલેથી તેની જાણકારી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજારમાં ઉછાળો અને નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રેવન્યૂ વધારવા માટે કોલ ઈંડિયા અને હિન્દુસ્તાન ઝિંક સહિત સરકારી કંપનીઓમાં નાની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહ્યું છે. સરકાર માર્ચ, ૨૦૨૩ સુધી ત્રણ મોટી સરકારી કંપનીઓમાં પોતાના શેર વેચશે. આ કંપનીઓના ર્ંહ્લજી (ર્કર્કીિ કિ જટ્ઠઙ્મી) લાવવાની તૈયારી કરી રહ્યું છે. સરકારે આ વર્ષે સરકારી કંપનીઓમાં વિનિવેશથી ૬૫,૦૦૦ કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો.

હજૂ તેમાંથી અમુક ૨૪,૦૦૦ કરોડ સુધી આવ્યા છે. બાકીના આ ત્રણ ચાર કંપનીઓથી ઓફર ફોલ સેલથી ૧૬,૦૦૦થી લઈને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી એકઠા કરી શકે છે. બ્લૂમબર્ગ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી ગણતરી અનુસાર, આ ત્રણ કંપનીઓમાં ઓફ ફોર સેલ લગભગ ૧૬,૫૦૦ કરોડ રૂપિયા અથવા ૨ બિલિયન ડોલર મળી શકે છે. કોલ ઈંડિયાથી ર્ંહ્લજી માં ૩ ટકા શેર વેચશે, તેમાં ૫૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરશે. હિન્દુસ્તાન ઝિંકમાં ૮ ટકા ભાગીદારી વેચીને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારી છે. તો વળી ઇૈં્‌ઈજીમાં ૧૦ ટકા ભાગીદારીના બદલે ૧૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરશે.

Follow Me:

Related Posts