કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને બોનસ આપ્યા બાદ હવે સરકારે એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. વાત જાણે એમ છે કે સરકારે કર્મચારીઓ માટે એક કડક ચેતવણી જાહેર કરી છે. જાે કર્મચારીઓએ તેને અવગણી તો તેમણે પોતાના રિટાયરમેન્ટ બાદ પેન્શન અને ગ્રેજ્યુઈટીથી વંચિત રહેવું પડશે. સરકારે કર્મચારીઓના કામને લઈને ચેતવણી જાહેર કરી છે. જાે કોઈ કર્મચારી કામમાં બેદરકારી કરશે તો સરકારના નવા નિયમ મુજબ રિટાયરમેન્ટ બાદ તેમનું પેન્શન અને ગ્રેજ્યુઈટી રોકવાનો નિર્દેશ અપાયો છે. આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓ પર લાગૂ રહેશે. પરંતુ આગળ જઈને રાજ્યો પણ તેના પર અમલ કરી શકે છે. કેન્દ્ર સરકારે હાલમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસિઝ (પેન્શન) રૂલ ૨૦૨૧ હેઠળ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે હાલમાં જ સીસીએસ(પેન્શન) નિયમ ૨૦૨૧ના રૂલ ૮માં ફેરફાર કર્યો હતો.
જેમાં નવી જાેગવાઈ જાેડવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવાયું છે કે જાે કેન્દ્રીય કર્મચારીઓ પોતાના સેવાકાળ દરમિયાન કોઈ ગંભીર અપરાધ કે બેદરકારીમાં દોષિત જણાશે તો રિટાયરમેન્ટ બાદ તેમની ગ્રેજ્યુઈટી અને પેન્શન રોકી દેવાશે. નોંધનીય છે કે કેન્દ્ર તરફથી બદલાયેલા નિયમની જાણકારી તમામ સંબધિત ઓથોરિટીને મોકલી દેવાઈ છે. એટલું જ નહીં તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દોષિત કર્મચારીઓની જાણકારી મળે તો તેમના પેન્શન અને ગ્રેજ્યુઈટી રોકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે. એટલે કે સરકાર આ વખતે આ નિયમને લઈને એકદમ કડક છે. જાણો કોણ કરશે કાર્યવાહી? કેવી રીતે થશે કાર્યવાહી? એ વિષે ની માહિતી આ પ્રકારે છે કાર્યવાહી કોણ કરશે તમને એ પણ જણાવી દઈએ. એવા પ્રેસિડેન્ટ જે રિટાયર્ડ કર્મચારીના એપોઈન્ટિંગ ઓથોરિટીમાં સામેલ રહ્યા છે, તેમને ગ્રેજ્યુઈટી કે પેન્શન રોકવાનો અધિકાર અપાયો છે.
એવા સચિવ જે સંબંધિત મંત્રાલય કે વિભાગ સાથે જાેડાયેલા હોય જે હેઠળ રિટાયર થનારા કર્મચારીની નિયુક્તિ કરાઈ હતો, તેમને પણ પેન્શન અને ગ્રેજ્યુઈટી રોકવાનો અધિકાર અપાયો છે. જાે કોઈ કર્મચારી ઓડિટ અને એકાઉન્ટ વિભાગથી રિટાયર થયા છે તો સીએજીને દોષિત કર્મચારીઓના રિટાયર થયા બાદ પેન્શન અને ગ્રેજ્યુઈટી રોકવાનો અધિકાર અપાયો છે. તમને એ પણ જણાવી દઈએ. કે કેવી રીતે થશે કાર્યવાહી. જેમાં નવા નિયમ મુજબ નોકરી દરમિયાન જાે આ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ વિભાગીય કે ન્યાયિક કાર્યવાહી થઈ તો તેની જાણકારી પણ સંબંધિત અધિકારીઓને આપવી જરૂરી રહેશે.
અને જાે કોઈ કર્મચારી રિટાયર થયા બાદ ફરીથી નિયુક્ત થયા છે તો તેના ઉપર પણ આ નિયમ લાગૂ થશે. જાે કોઈ કર્મચારી રિટાયરમેન્ટ બાદ પેન્શન અને ગ્રેજ્યુઈટી લઈ ચૂક્યો છે અને પછી દોષિત ઠરે તો તેની પાસેથી પેન્શન કે ગ્રેજ્યુઈટીની પૂરેપૂરી અથવા આંશિક રકમ વસૂલી શકાય છે. તેનું આકલન વિભાગને થયેલા નુકસાનને આધારે કરાશે. ઓથોરિટી ઈચ્છે તો કર્મચારીનું પેન્શન કે ગ્રેજ્યુઈટીને સ્થાયી અથવા થોડા સમય માટે પણ રોકી શકાય છે.
Recent Comments