સરકારે કોરોના રસી ભાવ નક્કી કર્યાઃ ખાનગી હોસ્પિટલમાં ૨૫૦ ચૂકવવા પડશે
ગુજરાતની રૂપાણી સરકારે કોરોનાની રસીને લઈને ભાવ નક્કી કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ ૧૫૦ રૂપિયા નક્કી કરાયો છે. જેમા વહીવટી ચાર્જ ૧૦૦ રૂપિયા આપવો પડશે. આરોગ્ય વિભાગ માન્ય હોસ્પિટલમાં ૨૫૦ રૂપિયામાં વેક્સિન મળશે. નોંધનીય છે કે, પહેલી માર્ચથી ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત થવાની છે. ત્યારે સરકારે કોરોનાની રસીના ભાવ જાહેર કર્યા છે.
ફ્રન્ટલાઈન વર્કર્સ અને આરોગ્યો કર્મચારીઓ બાદ હવે સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સને હોસ્પિટલ પ્રશાસનમાં વેક્સીનેશન સેંટરમાં વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે શહેરના અલગ અલગ સેંટર પર સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં અંદાજે ૫૦ જેટલા સેંટરો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર મહાનગર પાલિકાઓને સરક્યુલર મોકલ્યા બાદ કેટલા વ્યકિતઓને વેક્સીન આપવી તે અંગે ર્નિણય કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાની તૈયારીઓ અનુસાર જે ૫૦ વર્ષથી ઉપરના અને અન્ય બિમારી ધરાવતા નાગરિકોનો સર્વે હાથ ધરાયો હતો. તે તમામ નાગરિકોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ જે લોકો પાસે સ્માર્ટ ફોન ન હોય અથવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં સમસ્યા થતી હોય તો એવા લોકોએ સરકાર દ્વારા નિયત સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો ખાતે દસ્તાવેજાે સાથે જઈને ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે.
૪૫થી ૫૯ વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે ૨૦ પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, એચઆઇવી, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જાેડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Recent Comments