fbpx
ગુજરાત

સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૨૨ હજાર પોલીસ કર્મચારીની ભરતી કરી તો શિક્ષકોની કેમ નહીં?છેલ્લા છ મહિનાથી કાયમી ભરતી કરવાના મુદ્દે આંદોલન કરતા ઉમેદવારોએ વધુ એક વખત નવા સચિવાલય બહાર દેખાવો કર્યા

રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના હેઠળ ૧૫ હજાર શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ છતાં છેલ્લા છ મહિનાથી કાયમી ભરતી કરવાના મુદ્દે આંદોલન કરતા ઉમેદવારોએ સોમવારે વધુ એક વખત નવા સચિવાલય બહાર દેખાવો કર્યા હતા. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને રજૂઆત કરી માગ કરી હતી કે, સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૨૨ હજાર પોલીસ કર્મચારીની ભરતી કરી તો શિક્ષકોની કેમ નહીં?

તલાટીની કાયમી ભરતી થાય તેવી રીતે શિક્ષકોની પણ કાયમી ભરતી કરવી જાેઈએ. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે ટેટ પરીક્ષા લેવામાં આવે છે. ટેટ પરીક્ષા પાસ ૨૬૦૦ ઉમેદવારોની ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ભરતી કરી હતી. આ પછી રાજ્ય સરકારે જ્ઞાન સહાયકની યોજના જાહેર કરીને તેના મારફત ૧૫ હજાર શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે અત્યાર સુધીમાં ૧૦ હજાર જેટલા જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી થઇ ગઇ છે, બાકીના ૫ હજાર જ્ઞાન સહાયકોની ભરતી હાથ ધરાઇ છે.

આ જ્ઞાન સહાયકોની ભરતી ૧૧ મહિનાના કરાર આધારિત કરવામાં આવતા શિક્ષણની ગુણવત્તા પર અસર પહોંચે તેમ છે. ૩૨ હજાર શિક્ષકોની ખાલી જગ્યા હોવા છતા ભરતી ન કરાતા ઉમેદવારોએ સચિવાલય બહાર દેખાવ કર્યા હતા.

Follow Me:

Related Posts