fbpx
રાષ્ટ્રીય

‘સરકારે ટિ્‌વટર પર દબાણ કર્યું હતું’ : ખેડૂત આંદોલનને લઈને જેક ડોર્સીનો દાવો

ટિ્‌વટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ દાવો કર્યો છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન સરકારની ટીકા કરનારાઓના એકાઉન્ટ બ્લોક કરવા દબાણ કરવામાં આવ્યું હતું. ટિ્‌વટરને આ માટે ઘણી વિનંતીઓ મળી હતી. ઈન્ટરનેટના આજના યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોમ્યુનિકેશનમાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. જાે કોઈ મુદ્દા પર કોઈની ઝડપી પ્રતિક્રિયા જાણવી હોય, તો આજના સમયમાં સૌથી પહેલા તેમનું ટિ્‌વટર એકાઉન્ટ સર્ચ કરવામાં આવે છે. આ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ભારતમાં ખેડૂત આંદોલન સહિત અનેક મુદ્દાઓ પર લોકોની વાત જનતા કે સરકાર સુધી પહોંચાડવામાં ટિ્‌વટરે મહત્વની ભૂમિકા ભજવી છે. હવે ટિ્‌વટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ મોટો દાવો કર્યો છે, જેનો વીડિયો યુથ કોંગ્રેસના નેતાએ શેર કર્યો છે. ડોર્સીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન કંપનીને સરકાર તરફથી ખેડૂતોનો વિરોધ કરતા અને સરકારની ટીકા કરતા એકાઉન્ટ બ્લોક કરવા માટે ઘણી વિનંતીઓ મળી હતી. ડોર્સીએ દાવો કર્યો છે કે જાે તેઓ આમ નહીં કરે તો તેમને તેમની ઓફિસ બંધ કરવાની અને કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ગયા વર્ષે ટિ્‌વટરના બોર્ડમાંથી રાજીનામું આપનાર ડોર્સીને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને વિદેશી સરકારોના દબાણનો સામનો કરવો પડ્યો હતો. હામાં જવાબ આપતાં તેમણે ભારતનું નામ લીધું અને ખેડૂત આંદોલનની યાદ અપાવી. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન તેમને આવી ઘણી વિનંતીઓ મળી હતી જેમાં સરકારની ટીકા કરનારા કેટલાક પત્રકારોના એકાઉન્ટ બંધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ભારતમાં ટિ્‌વટર ઓફિસ બંધ કરવાની અને કર્મચારીઓ પર દરોડા પાડવાની ધમકીઓ આપવામાં આવી હતી. કેન્દ્રની મોદી સરકારે વર્ષ ૨૦૨૦માં ત્રણ કૃષિ કાયદા લાવવાનો ર્નિણય કર્યો હતો. કાયદો પસાર થયા બાદ પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોના ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા. લગભગ એક વર્ષથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં આંદોલન પર બેઠા હતા. જાે કે, નવેમ્બર ૨૦૨૧માં પીએમ મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી. આ પછી સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડોર્સીના દાવાને લઈને હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ તેમના ટિ્‌વટર હેન્ડલથી ડોર્સીની તે મુલાકાતની ક્લિપ શેર કરી છે. વીડિયો શેર કરતી વખતે શ્રીનિવાસે લખ્યું છે ‘મધર ઓફ ડેમોક્રેસી – અનફિલ્ટર્ડ’. આ સાથે જ એનએસયુઆઈના નીરજ કુંદને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે તે લોકશાહીની હત્યા છે અને કહ્યું કે તે વારંવાર સાબિત થઈ રહ્યું છે.

Follow Me:

Related Posts