સરકારે ધોલેરા રોડ પ્રોજેક્ટમાં ખેડુતોને હજુ પૈસા ચૂકવવાના બાકી છે
૨૦૨૧થી ઇન્ફાસ્ટ્રક્ચરનું રોડનું કામ શરૂ થયું છે. જમીન સંપાદન સહિત આ પ્રોજકટની પ્રાથમિક અંદાજિત રકમ ૪૮૨૨ કરોડ રૂપિયા છે. પ્રોજેક્ટ પાછળ કુલ રકમ ૬૮૦૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ધોલેરા સર પ્રોજેકટ વિઘ્ન વગર પાર પાડવા સરકારે ખેડૂતોને જમીનના એક વીઘાના દોઢ લાખ બજાર ભાવની સામે ૭૦ લાખ જેટલી માતબર રકમ અંદાજે ૪૬ ગણા વધુ ભાવ આપ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કરતા ઘણો સારો એક્સપ્રેસવે બનવાનો દાવો કરાયો છે. એકસપ્રેસવે પ્રોજેકટમાં સનાથલથી ધોલેરા તાલુકાના પીંપળીગામ સુધીના ૭૧.૦૭ કિ.મી.સુધી એલીવેટેડ કોરિડોર રહે છે.
આ પ્રોજેક્ટને ચાર વિભાગમાં વહેલી દેવાયો છે. પ્રોજેકટના પેકેજ ૧,૨ અને ૩માં સમાવેશ થતાં ૨૪ ગામોની ખાનગી માલિકોની ૮૮૯.૧૯ હેકટર જમીન નેશનલ હાઇવે એક્ટ, ૧૯૫૬ની જાેગવાઇઓ નીચે સંપાદન કરીને કુલ ૯૪૯.૧૦ કરોડ રૂપિયાનું વળતર નક્કી કરાયું છે. તે માટે ૧૪૬૨ ખાતેદારોની જમીન સંપાદન કરાઇ છે. આમાંથી ૧૨૪૭ ખાતેદારોની ૮૭૨.૯૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવી ૮૧૬.૩૮ હેકટરની જમીનનો કબજાે મેળવી લેવાયો છે. આ રીતે જમીન સંપાદનની ૯૨ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. એકસપ્રેસવે પોરજેકટની સાથે એમઆરટીએસ પ્રોજેકટનું પણ આયોજન કરાયું છે. અમદાવાદથી પીંપળી સુધી ૧૨૦ મીટર પહોળાઇના (આરઓડબલ્યુ)માં ૩૦ મીટર પહોળાઇમાં એમઆરટીએસ રેલ પ્રોજેકટ અને ૯૦ મીટર પહોળાઇમાં એકસપ્રેસવે પ્રોજેકટનું બાંધકામ થશે. ધોલેરા સર તથા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીનું અંતર આ પ્રોજેકટના કારણે ઓછું થઇ જશે. ધોળકાના મોટાભાગના ગામોનો વિકાસ થશે. જમીન સંપાદન પ્રોજેકટમાં એક પણ કોર્ટ કેસ થયો નથી. આ પ્રોજેકટમાં ૭ મુખ્ય બ્રિજ, ૮ માઇનોર બ્રિજ અને ૧૩ કેનાલ બ્રિજ તેમજ ૩ રેલવે ઓવર બ્રિજ બનશે. ઉપરાંત ૮ ઇન્ટરચેન્જ રોડ બનશે. ૨૭ જેટલા ફલાય ઓવર અને વ્હીકલ અંડર પાસ તેમજ આ એકસપ્રેસ હાઇવેને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે ઓળખવામાં આવશે. ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ધોલેરાનો આ એકસપ્રેસ અમદાવાદ–વડોદરા કરતાં પણ વધુ સમૃદ્ધ બનશે.
કોઇપણ પરેશાની વિના જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. સમગ્ર પ્રોજેકટમાં જમીન સંપાદનની પ્રક્રિયા સૌથી જટિલ હતી. જેમાં ૧૪૬૨ ખાતેદારોમાંથી જમીન વળતર વહેંચણીના જટિલ કેસ માત્ર ૫૦ હતા. પક્ષકારોની સુનાવણી આપી ૫૦ કેસનો પણ નિકાલ કરીને ૧૨૫ કરોડ રકમની વહેંચણી કરીને પારદર્શક પ્રક્રિયા કરી હતી. ધોળકામાં મુસ્લિમ સમાજના રસપ્રદ કિસ્સામાં સગા ભાઈએ બે બહેનોને વળતરની ૧૫૩.૪૪ લાખની રકમમાંથી હક આપવા ઇનકાર કરી દીધો હતો. બંને બહેનો દ્વારા અધિકારીને ફરિયાદ બાદ તેમને વળતર અપાયું હતું. જમીન સંપાદનની કામગીરી નેશનલ હાઇવે એક્ટ ૧૯૫૬ની જાેગવાઈ હેઠળ થાય છે. સંપાદિત જમીનનું વળતર નવા જમીન સંપાદન કાયદા-૨૦૧૩ની કલમ ૨૬થી ૩૦ મુજબ વળતર નક્કી થાય છે. વળતર નક્કી કરવામાં પ્રાથમિક જાહેરનામા અગાઉ ત્રણ વર્ષ સુધીના વેચાણ દસ્તાવેજમાં સૌથી ઊંચા ૫૦ ટકા વેચાણોની સરેરાશ કિંમત અને પ્રવર્તમાન જંત્રી ભાવ આ બેમાંથી વધુ હોય તેને ધ્યાનમાં લઈ વળતર નક્કી થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં માર્કેટ વેલ્યુથી ચાર ગણી વધુ રકમ ઉપરાંત વળતરની તારીખ સુધીમાં ૧૨ ટકા વધારો પણ મળે છે. જમીન સંપાદન નવા કાયદાની કલમ-૬૩ને જિલ્લા કોર્ટ કે સિવિલ કોર્ટમાં પડકારી શકાય નહીં. અરજદારને વાંધો હોય તો સીધો હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પડકારી શકે છે.અમદાવાદ જિલ્લામાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (સર) સાથે સરદાર પટેલ રિંગ રોડથી ધોલેરા સર સુધી ૧૦૯.૦૧૯ કિમી લંબાઈનો ૪/૬ લેનનો એક્સપ્રેસ હાઈવે બનશે, જેને લીધે સરખેજથી ધોલેરાનો રસ્તો બે કલાકના બદલે ૮૦ મિનિટનો થશે. ધોલેરાના ૧૦૯.૦૧૯ કિમીના રોડ પ્રોજેક્ટ માટે સરકારે હેક્ટરદીઠ જમીનના દોઢ લાખ ભાવ સામે ૭૦.૮૦ લાખ ભાવ ચૂકવી ૧૨૪૭ જમીનમાલિક પાસેથી કબજાે મેળવ્યો છે. કુલ ૧૪૬૨માંથી ૨૧૫ ખાતેદારને ૭૬.૧૯ કરોડ ચૂકવવાના બાકી છે. ૨૦૧૮થી જમીન સંપાદન ચાલતું હતું. હાલ ૯૨ ટકા કામ પૂર્ણ થયું છે, બાકીનું આઠ ટકા કામ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.
Recent Comments