fbpx
રાષ્ટ્રીય

સરકારે લોકોને મસ્કની કંપની સ્ટારલિંકથી દૂર રહેવા અપીલ કરી

સરકાર દ્વારા આ પ્રકારની અપીલ કરવાનું કારણ એ છે કે મસ્કની ઇન્ટરનેટ કંપનીએ હજી સુધી ભારતમાં કામ કરવાનું લાઇસન્સ મેળવ્યું નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લાઇસન્સ મળ્યું નથી. આ સંજાેગોમાં લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેની સબસ્ક્રીપ્શન ન ખરીદે. તેનાથી તેમને નુકસાન પણ થઈ શકે છે. દૂરસંચાર વિભાગે જણાવ્યું હતું કે મસ્કની કંપનીએ ભારતની રેગ્યુલેટરી પ્રક્રિયાઓને કોરાણે રાખી છે. મસ્કની કંપનીએ ભારતમાં ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે સરકારની મંજૂરી લેવી પડશે. મસ્કની સ્ટારલિંકે હાલમાં જ ઇન્ટરનેટ સેવા માટે પ્રી-બુકિંગ શરૂ કર્યુ હતું. તેના પછી સરકારે લોકોને તેનું સબસ્ક્રીપ્શન ન ખરીદવા અપીલ કરી હતી. સ્ટારલિંકે થોડા સમય પહેલા જ નિવેદન જારી કરી જણાવ્યું હતું કે તે ભારતમાં તેની સગવડ પૂરી પાડવા તૈયાર છે. તેની પ્રી-બુકિંગ સંખ્યા પાંચ હજારને વટાવી ચૂકી છે.ભારતમાં ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ઝાટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારની ચેતવણીથી મસ્કની મુશ્કેલી વધી ગઈ છ. વાસ્તવમાં મસ્કની કંપની સ્ટારલિંકે સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે સબસ્ક્રીપ્શન શરૂ કર્યુ હતું, પરંતુ તેના પછી સરકારે લોકોને સ્ટારલિંકની સેવાથી દૂર રહેવા અપીલ કરી છે.

Follow Me:

Related Posts