સરકાર અનાજ ખાવા આપે છે કે વેચી ને વાસણ ખરીદવા ? લાઠી ઇન્ચાર્જ મામલતદાર ડેર નો સપાટો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફાળવાતા ૧૦૦ કટા ચોખા અને ૩૧ ઘઉં વાહન સાથે જપ્ત
દામનગર શહેર માં અવાર નવાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફળવતા અનાજ નો જથ્થો પકડાય છે તા.૨૮/૧૨/૨૩ ની સાંજે લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેર અને પુરવઠા મામલતદાર ચુડાસમાં નાયબ મામલતદાર ગરણીયા સહિત ના તંત્ર એ શહેર ના સીતારામનગર માં રેડ કરતા ૩૧ કટા ઘઉં અને ૧૦૦ કટા ચોખા ઝડપી અન્ન પુરવઠા તંત્ર એ ગોડાઉન માં જમા કર્યા સાથે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ એકત્રિત કરનાર વાહન જપ્ત કરી કાર્યવાહી કરી છે સાડા પાંચ નું સરકારી અનાજ ગરીબો ને ખાવા આપ્યું છે કે વેચી ને વાસણ ખરીદવા ?
સરકાર કરોડો નું કેપિટલ એસેટ બજેટ ખર્ચી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફળવતા અનાજ પાછળ કરે છે વારંવાર દામનગર શહેર માંથી મોટી માત્રા માં સરકારી અનાજ લોકો ને ખાવા આપે છે કે વેચવા ? આ અનાજ ક્યાં વિસ્તાર માંથી કેટલા લાભાર્થી ઓ એ રેશન કાર્ડ માંથી મેળવી પ્લાસ્ટિક વાસણ ના બદલે આપ્યું ? ૫૦ રૂપિયા ના પ્લાસ્ટિક વાસણ ના બદલા માં ૫૦૦ રૂપિયા નું અનાજ આપી દેતા લાભાર્થી ઓ પાસે થી એકત્રિત કરી ક્યાં મોકલાય છે ? આ અનાજ નો એકત્રિત કરનાર કેટલી કિંમત વસુલ કરી શુ ઉપીયોગ માં લેવાય છે ? લાઠી તાલુકા મામલતદાર અને અન્ન પુરવઠા મામલતદાર સહિત ડી એસ ઓ કચેરી એ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નું અનાજ જપ્ત કરી સંતોષ માનશે કે ? પછી આ કૌભાંડ ના મૂળ સુધી જશે ?
દામનગર શહેર માંથી વારંવાર મોટી માત્રા માં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નું અનાજ ઝડપાવું એ તંત્ર નો દેખાવ છે કે પછી સંડોવણી ? સ્થાનિક તંત્ર ની મહેરબાની વિના નિરંતર બેરોકટોક સરકારી અનાજ વારંવાર દામનગર શહેર માં મોટી માત્રા માં ઝડપાતું હોય તો તંત્ર એ આના મૂળ સુધી પહોંચી આ અનાજ ક્યાં ગામ થી ? કોની દુકાન થીં ? કેટલા લાભાર્થી ઓના રેશન કાર્ડ ધારકો એ મેળવ્યું ? સરકારે ખાવા માટે આપેલ અનાજ વેચી વાસણ ખરીદતા કાર્ડ ધારકો ના કાર્ડ માં કાયમી રીતે અનાજ ફાળવણી બંધ કરવું જોઈ એ ડેમેજ કન્ટ્રોલ માટે પુરવઠા તંત્ર એ આ ઝડપાયેલા સરકારી અનાજ ના મૂળ સુધી જવા આળસ ખખેરવી જોઈ એ
Recent Comments