કેન્દ્રીય કૃષિ મંત્રા નરેન્દ્ર સિંહ તોમરે ફરી એક વખત જણાવ્યું કે કે નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. બિલની કોઈ પણ જાેગવાઈ પર તેમને કોઈ આપત્તિ છે અને તે મુશ્કેલી જણાવશે તો આજે પણ સરકાર ખુલા મનથી તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે સંસદ પરિસરમાં મીડિયાના સવાલો પર આ વાત કહી હતી.
કૃષિ મંત્રી તોમરે કહ્યું- ‘આખો દેશ આ વાતનો સાક્ષી છે કે કાયદો ખેડૂતોના હિતમાં છે. ખેડૂતો માટે લાભદાયી છે. ખેડૂતોને વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમના વેતનમાં વધારો કરનાર છે. તેમને કાયદાકીય શકંજામાંથી મુક્ત કરનાર છે. જ્યાં સુધી ખેડૂત યુનિયનના આંદોલનનો સવાલ છે. સરકારે આખી સંવેદનશીલતાની સાથે તેની ચર્ચા કરી છે. બિલની કોઈ પણ જાેગવાઈ પર તેમને આપત્તી છે તો તે જણાવે સરકાર આજે પણ ખુલા મનથી તેમની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.
તેમણે જણાવ્યું- ‘સામાન્ય રીતે લોકતંત્રમાં કોઈ પણ ચૂંટણીમાં ભાગ લેવો તેની કોઈને પણ આઝાદી આપવામાં આવે છે. પરંતુ હુ તેને હાલ ખેડૂત સમસ્યાઓ સુધી જ જાેવું છું. માટે ખેડૂતોની સમસ્યા સાથે સંબંધિત બિલમાં જાે કોઈ મુશ્કેલી છે તો સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે.
Recent Comments