પૂ.ભોજલરામ બાપા શિષ્ય અને પૂ. જલારામ બાપાના ગુરુ ભાઈ સંત શિરોમણી પૂ.વાલમરામબાપા તપોભૂમિ ને કોટી-કોટી નમન :જેનીબેન ઠુમ્મર સરકાર ધારે તો કૃષિ અને હિરા ઉદ્યોગ પર નિર્ભર ગારીયાધાર તાલુકામાં વિકાસની અનેક તકો : જેનીબેન ઠુમ્મર મુખ્યત્વે હિરા ઉદ્યોગ ધરાવતા ગારીયાધાર વિસ્તારમાં રત્ન કલાકારોના હિત -અને ભવ્ય હોસ્પિટલ આ વિસ્તારમાં નિર્માણ થાય તે માટે ચોકકસ કામગીરીની આવશ્યકતા : જેનીબેન ઠુમ્મર ખેડૂતોને પોતાની ઉપજનો સરખો ભાવ મળતો નથી ત્યારે ખેડૂતોને પુરતો ભાવ મળે તો જ ખેતી તરફ આગળ ની યુવા પેઢીને વાળી શકાશે : જેનીબેન ઠુમ્મર ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી,દિવ્યેશ મનુભાઈ ચાવડા સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં આ પ્રવાસમાં જોડાયા હતા.ગાધીયાધાર તાલુકાના મોટા ચારોડીયા,વીરડી,વેળાવદર,ખોડવદરી,ભંડારીયા,રૂપાવટી,ડમરાળા, માનગઢ,સુરનગર,મોટી વાવડી,જાળીયા,માંડવી,સુરનિવાસ,પરવડી નો પ્રવાસ પૂર્ણ ગારીયાધાર,ગારીયાધારવિસ્તારના પ્રવાસે અમરેલી લોકસભાના કોંગ્રેસના મહિલા અને શિક્ષત ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે લોકોના આશિર્વાદ મેળવવા ગયા હતા.ત્યારે તેમણે પૂ. ભોજલરામ બાપાના શિષ્ય અને પૂ. જલારામ બાપાના ગુરુ ભાઈ પૂ. વાલમરામબાપા તપોભૂમિ ને નમન કરી અને મારા પ્રવાસની શરૂ કરૂ છુ.
જેનીબેન ઠુમ્મરે રાજુલાનો મહત્વનો પ્રશ્ને લોકો સાથે સંવાદ કર્યો હતો તેમાં તેમણે જણાવ્યુ હતુ. કે ગારીયાધાર વિસ્તાર મોટાભાગે- ખેતી અને હિરા ઉદ્યોગ પર નભતો તાલુકો છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતો ખુબ મહેનતી છે. અને આ વિસ્તાર પર ઈશ્વરની અનન્ય કૃપા પણ છે. ત્યારે આવનારી પેઢીને ખેતી સાથે જોડાયેલી રહખવા માટે કપાસ,મગફળી,કઠોળ,સોયાબીન સહિત વિવિધ પ્રકારની ખેતી કરતા ખેડૂતોને પોતાની ઉપજ નો ભાવો મળવા જોઈએ હાલમાં ખેતી વર્તમાન કેન્દ્ર સરકારે ખાતર અને બિયારણમાં ભાવ વધારો કર્યો છે. સામા પક્ષે ડીઝલ મોંઘું થયું છે. ત્યારે ખેતી પણ મોંઘી થઈ છે. એવામાં ખેડૂતોને પોતાના ઉત્સપાદનના ભાવ વધુમાં વધુ મળે તે માટે રાહુલ ગાંધી એમ.એસ.પી. કાનૂની ગેરંટી આપી છે.આ ઉપરાંત આ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ થાય અને એન્જીન્યરીંગ કોલેજ,ફાર્માસી કોલેજ, જેવી સુવિધા મળે તો આ વિસ્તાના વિદ્યાર્થીઓને ભાવનગર,રાજકોટ કે અમદાવાદ સુધી શિક્ષણ અર્થે જવુ ન પડે અને વાલીઓના પૈસા પણ બચે.હિરા ઉદ્યોગ એ ગારીયાધાર વિસ્તારનો મુખ્ય વ્યવસાય છે. ત્યારે કાચામાલની અછતના કારણે પુરતા પ્રમાણમાં રત્ન કલાકારોને કામ મળતુ નથી ત્યારે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર આ આકાશી રોજી બનેલ હિરા ઉદ્યોગને પ્રોત્સાહિત કરે અને રત્નકલાકારોના વિકાસ માટે સ્પે. નિગમ બનાવે તેવી અમારી માંગણી છે.
આ પ્રવાસમાં જેનીબેન ઠુમ્મર સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત જોડાયા હતા. તેમણે સરકાર સામે પ્રહારો કર્યા કહૃાુ કે સરકાર પેટ્રોલ,ડીઝલ,ખાતર,બિયારણ,રાંધણગેસ, મોંઘા કર્યા છે. પુજાપા અને શિક્ષણની વસ્તુઓમાં જી.એસ.ટી.નાખ્યો છે. અત્યાર સુધીની સરકારે કોઈ દિવસ લોટ પર જીએસટી લીધો નથી ત્યારે વર્તમાન સરકારે તેમાં પણ પ% જી.એસ.ટી.લે છે. આ તમે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને વિજય બનાવવા અપીલ કરતા જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ ખુબ શિક્ષીત મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ગારીયાધાર વિસ્તારની બહેનોને મારી સવિશેષ અપીલ છે. જેનીબેન ઠુમ્મરને જંગી બહુમતિ આ વિસ્તારમાંથી મળે તે હું બહેનો નો સહયોગ માંગુ છુ.
આ તકે કોંગ્રેસના યુવા આગેવાન દિવ્યસે ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા બેરોજગારીનો મુદો ઉઠાવ્યો હતો વર્તમાન સરકારે યુવાનોને રોજગાર મળે તેવી કોઈ નકકર કામગીરી કરી નથી ત્યારે રાહુલ ગાંધી અને ઈન્ડીયા ગઠબંધન દ્વારા યુવાનોને કેન્દ્ર સરકારમાં ૩૦ લાખ ભરતી કરવાની જાહેરાત કરી છે. અને તેમાં બહેનોને પ૦% અનામત આપવાની વાત કરી છે.ત્યારે જેનીબેન ઠુમ્મરને આપણે અહીંયા થી જંગી લીડ મળે તે માટે આપને સૌને પ્રાર્થના કરવા આવ્યો છું
જેનીબેન ઠુમ્મરના પ્રવાસ દરમ્યાન ગારીયાધાર પંથકમાંથી વ્યાપક પ્રમાણમાં આવકાર મળી રહૃાો છે. ઠેર-ઠેર બહેનો દ્વારા જેનીબેનનું સ્વાગત કરવામાં આવી રહૃાુ છે.
જેનીબેન ઠુમ્મર સાથે પ્રવાસમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખપ્રતાપભાઈ દુધાત,ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખરાજેન્દ્રસિંહ ગોહિલ ગારીયાધાર ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, પાલીતાણા વિસ્તારના માજી ધારાસભ્ય પ્રવીણ રાઠોડ, તળાજા વિસ્તારના માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા ,દિવ્યેશ ચાવડા, શહેર પ્રમુખ ગોવિંદભાઈ મોરડીયા સાહેબ જમીન વિકાસ બેંક ચેરમેન હરજીભાઈ વણઝારા જિલ્લા પંચાયત સદસ્ય ડી એલ કોટ આપના આગેવાન માધાભાઈ મણિયા આપના આગેવાન ગીરીરાજસિંહ આગેવાન કોંગ્રેસ કનુભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્યા પ્રવીણભાઈ ઝાલા સરપંચ બાલાભાઈ ઝાલાવાડીયા ઉપસરપંચ દિવ્યેશભાઈ ચાવડા ભાવનાબેન પ્રેમજીભાઈ ભીલ મધુભાઈ ચાપરાજભાઈ ધનજીભાઈ ખીમસુરીયા ચેતુભાઈ નટુભાઈ ખોખર કાંતિભાઈ ખોખર શામજીભાઈ ખીમસુરા રમેશભાઈ ભંડેરી પ્રકાશભાઈ ભુરાભાઈ તખુભાઈ અબ્દુલભાઈ નરૂદ્દીનભાઈ યુસુફભાઈ ભાવનાબેન પ્રેમજીભાઈ ભીલ રાજભા ગોહિલ કનુભાઈ બારીયા બળદેવભાઈ સોલંકી પ્રેમજીભાઈ હરજીભાઈ વણઝારા કનુભાઈ અશોકભાઈ હિરપરા શંભુભાઈ માજી સરપંચ ભુપતભાઈ રાજાણી નાથાભાઈ સરપંચ કનુભાઈ મંડળી પ્રમુખ,માલધારી સેલ ના ચેરમેન અમિતભાઈ લવતુકા,સહિતના વિશાળ સંખ્યામાં બહેનો આ પ્રવાસમાં જોડાયા હતા
Recent Comments