fbpx
ગુજરાત

સરકાર માટે આવક નો બાંધો ગણાતા કાંદા ના ખેડુ કાયમ માંદા સિડ ફાર્મ ની જમીનો ઉપર સંશોધન વિતરણ કેન્દ્રો સ્થાપવા ની જરૂર

સૌરાષ્ટ્રમાં કહેવત છે “કાંદાનો ખેડૂ માંદો” પરંતુ દેશભરમાં એક લિટર પોટ્રોલ અને એક કિલો ડુંગળીના ભાવ રૂ .૬૦ / – થઈ જાય એટલે લાગે કે ખેડૂત  માલામાલ થઈ ગયા પરંતુ જમીન ઉપરની સ્થિતિ ભ્રમ ભાંગે છે  દુનિયામાં ચીન.પાકિસ્તાન.હિન્દુસ્તાન અને કંઈક અંશે દક્ષિણ પારિકામાં ડુંગળીનો પાક થાય છે . પરંતુ વિશ્વના કુલ ઉત્પાદન પૈકી ૬૫ ટકા ડુંગળી માત્ર હિન્દુસ્તાનમાં પાકે છે અને ૬૫ ટકાનો લગભગ ૩૮ ટકા જેવો હિસ્સો માત્ર ભાવનગર અને રાજકોટ જિલ્લામાંથી ઉત્પન્ન થાય છે.સફેદ -અને લાલ ડુંગળીની બે મુખ્ય જાતો . પરંતુ તેના ઉત્પાદનના સમયગાળામાં કે તેના સ્વાદમાં કશો ફરક હોતો નથી. જુલાઈ ઊતરતાં ચોમાસે ડુંગળીના રોપનું વાવેતર થાય. આથી ડિસેમ્બર માસના બીજા – ત્રીજા અઠવાડિયાથી ફેરિયાઓ લીલી ડુંગળી લઈ ઘરે ઘરે ફરવા લાગે છે . પરંતુ નાસિકનો લાઇટરેડ પ્રકારનો ૨૨.થી ૨૭ એમ.એમ.નો બલ્બ ( ડુંગળી ) કે પછી સૌરાષ્ટ્રનું લોદર પરિપકવ સ્થિતિ માં તૈયાર થતાં માર્ચ મહિનો આવી પહોંચે છે .
વિશ્રામાં સહુથી વધુ માત્રામાં ખવાતી ડુંગળી શાકભાજીની હરોળનો ખોરાક છે પરતું તેમાં ૯૨ ટકા પ્રવાહી અને ૮ ટકા ઘન સ્વરૂપે મિનરલ્સ ફોસ્ફૅટિક  કંપાઉન્ડ જેવા કે પોટેશિયમ. મૅગ્નેશિયમ રહેલાં હોય છે ડુંગળી આંખ માંથી આંસુ પાડનારી હોય છે તેનું કારણ તેમાં રહેલ અમોનિયમ છે . ડુંગળીમાં ભેજનું પ્રમાણ અત્યંત વધુ હોઈ જમીનમાંથી બહાર ખુલ્લા તાપ નીચે તેનાં વજન અને કદમાં રોજ ૬ થી ૭ ટકાની ઘટ થાય છે  સૂર્યના તાપ થી બચાવવા  ખેડૂત જો  ડુંગળીને હવા -પ્રકાશથી દૂર રાખે તો તેમાં મોલ્ડ નામની ફૂગ  થઈ  આઠદસ દિવસમાં ડુંગળી પોતાની જ ગરમીથી ગદગદી જાય છે . પછી ગંધ મારતી ડુંગળી તો પશુઓ પણ ખાતાં નથી . આવી રોગ યુક્ત ડુંગળીને ખેડૂતે પોતાના હાથે જ બાળી દેવી પડે છે  ગોરાડુ કે મીઠી કાળી જમીનમાં ઊગતી ડુંગળીની યોગ્ય માવજત થાય નો ખેડૂત હેકટરે ૩૦ થી ૩૫ હજાર કિલોનો ઉતારો મેળવી શકે છે . વીજળીની તંગી  અને જમીનના ઊંડા તળનાં પાણીની સ્થિતિ વચ્ચે ખેડૂતોને ડુંગળી
 પકવવાની હોય છે . યુરિયા અને ડી.એ.પી ખાતરનાં ઉંચા ભાવ નો ખર્ચ પછી  મળતા પાકની જોખમી જાળવણીનો પ્રશ્ન ખેડૂતોના માથે સળગતો જ રહે છે  આવી સ્થિતિમાં જ્યારે માર્યથી મે મહિના સુધીમાં ડુંગળીનું સામટું  ઉત્પાદન બજારમાં આવે છે  ત્યારે માર્કેટયાર્ડમાં ડુંગળીનું કોઈ ધણીધોરી થતું પાછલાંવર્ષ મા સૌરાષ્ટ્ર  વિસ્તાર માં ખેડૂતોને પોતાનાં ખેતરનાં ડુંગળી બાહાર ખેંચવાની મજૂરી પણ ન પોસાતાં ગામમાં ઢોલ પીટી ડુંગળીની મફત લ્હાણી કર્યાના બનાવ નોંધાયા છે દૂધ માફક ડુંગળી લાંબો સમય સુધી ન ટકે તેવી ખેત પેદાશ છે  બને છે એવું કે રાજકોટ અને ભાવનગરની બજારમાં ડુંગળીના ભાવ પડી ગયા હોય પણ કલકત્તા , મદ્રાસ અને દિલ્હીના બજાર ઊંચકાયેલો હોય આથી  ટેલિફોનથી જાણેલ બજારભાવે આધારે ખેડૂત સિમલા કે ચંદીગઢ સુધી સોદો કપી નાખે છે પરંતુ ૧૮-૨૦ ટન ભરેલી ડુંગળીના થેલા ઓમાં હવાની અવર જવર ન રહે તો ટ્રકમાં ૬-૮ દિવસ.ની મુસાફરી દરમ્યાન ગરમીથી ડુંગળીમાં ફંગસ લાગી જાય છે  ડુંગળી પોતાનું પાણી છોડી દે છે અને માર્કેટયાર્ડમાં પહોંચતી ડુંગળીની કિંમત ટ્રક ભાડા જેટલી પણ રહેતી નથી . ડુંગળીના બજાર ની બીજી વિચિત્રતા એ છે કે ડુંગળીની દલાલી કરતા વ્યાપારીઓ ખેડૂતો પાસે ૬% દલાલી પડાવે છે ૬% દલાલી માલ ખરીદનાર વ્યાપારી પાસેથી મળી ૧૨% દલાલી પડાવે છે આ રીતે બોજો આવી પડે છે . 


શાકભાજીની નિકાસમાં સૌરાષ્ટ્રની ડુંગળીનો હિસ્સો ૯૦ % હોવા છતાં ખેડૂતોના હિત માટે ભારત સરકારે બનાવેલ સંસ્થા નાફેડ વરસે ૫૦ હજાર ટન પણ ડુંગળી ખરીદ કરતી નથી ટેકાના ખરીદ ભાવ જાહેર કરતું નથી . અને જ્યારે બજાર માં ડુંગળીની ખેંચ ઊભી થાય ત્યારે ખેડૂતો ઉપર રોક લગાવી મિડલઇસ્ટ અને યુરોપમાં ડુંગળીની નિકાસ અટકાવી દેવામાં આવે છે . દેશનું સંચાલન કરતા અર્થશાસ્ત્રીઓ માને છે કે નિકાસ બંધ કરતાં બજાર દબાશે પણ રાજકારણ અને વહીવટી તંત્રના નિર્ણયો સુખી લોકોના સુખ માટે અનામત હોય છે તેમાં હવે ડુંગળીના વ્યાપારીઓનો સમાવેશ પણ થયો છે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિત માટે સંગઠિત ગુજરાત ડુંગળી ઉપાદક સંઘને અનન્ય પ્રકારે ૨.૭ લાખનું શેરભંડોળ આપ્યું છે અને ધોરાજી , જામજોધપુર , રાજકોટ , તળાજા , મહુવા , અમરેલી અને જનાગઢ જિલ્લાની ૩૬ સહકારી મંડ ળીઓના સંઘના ખેડૂત સભ્યોને ટેકો આપ્યો છે . આ બાબતે સારી છે . આમ છતાં સૌરાષ્ટ્રના ડુંગળી ઉગાડતા દોઢ – પોણા બે લાખ ખેડૂતો હજુ નિરાધાર અવસ્થામાં છે . કુદરતના આશ્રયે  બે પાંદડે થવા આશાની મીટ માંડતા ખેડૂતોને નથી કોઈ સુધારેલ બિયારણ પહોંચાડતા કે નથી ડુંગળીના સુકારા રોગ સામે રક્ષણ અપાતું . અને આજે તો ડુંગળીના બિયારણના ભાવ ૧ કિલોનાં રૂ .૨૩૦૦ / – થયા છે તો પણ ખાત્રીબદ્ધ બિયારણ તો નહીં જ ગરીબ માણસ માટે દાલ રોટી સાથે સાથદેતી ડુંગળી કસ્તૂરી સમાન છે . અને હિબ્રૂ ભાષામાં ઓનીઓ ( મોતી ) તરીકે જાણીતી અનિયન ( Onion ) ના ભાવ આસમાને ચડે છે ત્યારે દિલ્હીની ખુરશીઓના સાંધા મોળા પડવા લાગે છે . ડુંગળીના વધતા ભાવ દેશભરની સમસ્યા બને છે . પણ તેનો અડધો ઇલાજ કાઠિયાવાડની જમીન ઉપર ઉપલબ્ધ છે . ઉપાય તરીકે ભાવનગર જિલ્લાના ગામ તળાજાના સીડ ફાર્મની ૫૮ એકર પડતર જમીન ઉપર સંશોધન વિતરણ કેન્દ્ર પ્રસ્થાપિત કરવાની તાતી જરૂર છે . ખેતી વિભાગ અને ગુજરાત અનિયન ગ્રોઅર્સ ફેડરેશન જેવી સંસ્થાઓના ઉપક્રમે નાના ખેડૂતોને ત્યાં નિદર્શન યોજાતાં થાય તો સૌરાષ્ટ્રના ખેડૂતોની ડુંગળીની ગુણવત્તા નાસિકની લાઇટરેડની સરખામણીમાં ટક્કર લઈ શકે . ડુંગળીનો પાક બટાકા માકફ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાયુ તેવી ટેકનોલોજી હજ આપણા દેશમાં પહોંચી નથી , ત્યારે ગ્રેડિગ થયા પછીના નબળા માલને ડીહાઈડ્રેટ કરી પાઉડર સ્વરૂપમાં લાવવાનું કામ મહુવામાં ૧૨૯ ઉદ્યોગો કરે છે . ગ્રાહકોમાં ડુંગળી અને લસાગના પાઉડરના વપરાશને પ્રચલિત કરવા અને ડુંગળીના ભાવે જ ડુંગળી – લસણની પેસ્ટ ઉપલબ્ધ બને માટે સરકારે ડુંગળીના પ્રોસેસિંગ યુનિટને વધુમાં વધુ સુવિધા આપી જૂનાગઢ , અમરેલી અને રાજકોટના ત્રિભેટે વિકસાવવાં જોઈએ . આસામથી હિમાલય પ્રદેશ અને છેક મદ્રાસના બજારમાં ફરતી સૌરાષ્ટ્રની ડુંગળી અને તેના ખેડૂતોને વ્યાપારીઓની ચુંગાલમાંથી છોડાવવા , અને આમ પ્રજા ને વાજબી ભાવે ડુંગળી પહોંચાડવા , મહારાષ્ટ્રના નાસિક પ્રદેશની પદ્ધતિ પ્રમાણે ખેડૂતોને ગ્રામવિકાસ એજન્સી , નાફેડ , કે.વી.આઈ. તેમજ લઘુઉદ્યોગ સહાય પ્રકારની યોજના હેઠળ રૂ .૧૫ થી રૂ .૨૦ હજારની લોન આપી ખેતરોમાં જ ડુંગળીના નાના સ્ટેક ( મેડા ) તૈયાર કરવાની સવલત પહોંચાડવી જોઈએ . આથી ખેડૂતની સંગ્રહ કરવાની શક્તિ વધશે . ઉપરાંત મોટા મેડા ( સ્ટોરેજ ) માં ડુંગળી લાવવા , મૂકવા અને ઉપાડવાનો ખર્ચ બચશે .


એટલું જ નહીં પણ ડુંગળીમાં એકસાથે અસર કરતા ફૂગના રોગથી થતો ગાડ અટકશે . આજે સ્થિતિ એ છે કે મહારાષ્ટ્રનાં ગામડાંઓનો ખેડૂત પોતાના બળદગાડામાં છૂટી ડુંગળી ભરી બજારોમાં પોતાને પરવડતા ભાવે વેચી શકે છે . તેની સામે સૌરાષ્ટ્રનો ખેડૂત રૂ . ૧ રથી રૂ . ૧૪ ના ભાવનું એક બારદાન (શણ ની ગુણી) ખરીદ કરી ડુંગળી પેક કરે છે . તે પછી ટ્રેકટર ભાડે કરી ધોરી માર્ગ સુધી અથવા માર્કેટયાર્ડમાં લઈ જાય છે , અને પછી ૧૮-૨૦ ટનની ભરતીવાળી ઊંચી વાડની ટ્રકો દ્વારા દૂરનાં બજારોમાં મોકલે છે . પરિણામે ખેડૂત અને ગ્રાહકો બંનેને ઘસારો ખમવો પડે છે . ભુખરી – પથરાળ જમીનના ૬ ઇંચના દળમાં ડુંગળીની ખેતી કરતો સૌરાષ્ટ્રનો ખેડુ ગરીબીવશાત્ ગામના શેઠ પાસેથી દિવાળીમાં ૧૨-૧૫ હજાર રૂપિયા ઉછીના લે અને પોતાની ડુંગળી માંડી છે . તે પછી બૈરાં – છોકરાં સહિત કાળી મજૂરી કરી ડુંગળી પકવે છે . ત્યારે ખેડૂતના હાથમાં કિલો ડુંગળીએ રૂ.ર થી રૂ  અઢી આવે છે . અને માલની હેરાફેરી અને સંગ્રહ કરતા વ્યાપારીઓને એ કિલોએ રૂ .૩૮ થી રૂ .૪૦ મળે છે ! લોકશાહીની બજાર વ્યવસ્થા અને શાસનકર્તાઓમાં પેસી ગયેલાં અનિષ્ટ તત્વોના કારણે આજે ગરીબ ઉપભોકતા પિસાય છે . તો ખેડૂત પણ બે પાંદડે થતો નથી અને હારી – થાકી મોતને શરણે જાય છે . જ્યારે ડુંગળીના સટ્ટાખોરો અને સંગ્રહ કરનારાઓ માલામાલ થઈ જાય છે . આવા કપરા સમયે તો ખેડૂત તરફી સંગઠનો અને ખેડૂતોને ખેતી વિજ્ઞાન શીખવતી યુનિવર્સિટીના માળખાએ બજાર વચ્ચે ઊભા રહી ખેડૂતોની પેદાશને ઉત્પાદક થી ઉપભોકતાઓ સુધી પહોંચાડવાનું સાહસ દાખવી દાખલો બેસાડવાની જરૂર છે “વિકાસ ની વાતો” માં ડુંગળી પકવતા ખેડૂતો ની વ્યથા ને વાંચ આપતા ડો નાનક ભટ્ટ જણાવે છે કે સરકાર માટે આવક નો બાંધો ગણાતા કાંદા નો ખેડુ કાયમ માંદો

Follow Me:

Related Posts