fbpx
અમરેલી

સરકેશ્વર બીચ જાફરબાદ ખાતે ત્રિદિવસીય રેતી શિલ્પ મહોત્સવ યોજાશે

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સ્થાનિક પ્રવાસન સ્થળના વિકાસ હેતુથી અમરેલી જિલ્લાના જાફરબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે ત્રિદિવસીય રેતી શિલ્પ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૩ રવિવારના રોજ સવારે ૧૧.૧૫ કલાકથી થશે. આ મહોતસ્વમાં આશરે ૩૦-૩૫ જેટલા કલાકારો રેતી શિલ્પો તૈયાર કરીને પ્રદર્શન અર્થે મૂકશે. જાહેર જનતા દરિયાકાંઠે તૈયાર કરવામાં આવેલી આ રેતી શિલ્પની કલાકૃત્તિઓ નિહાળી શકશે. આ મહોત્સવનો લાભ લેવા માટે સચિવશ્રી, ગુજરાત લલિતકલા અકાદમી-અમદાવાદ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts