સરખેજ ભારતી આશ્રમ ની સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામી પૂજ્ય ઋષિભારતી ને પ્રમાણપત્ર એનાયત કરાયું
અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ની સેવા સુગંધી પુષ્પો ની માફક ફેલાઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન કોરોના કાળ ના દૈનિક પાંચ હજાર શ્રમિકો ને સાત્વિક ગરમા ગરમ ભોજન ૧૨૦ સ્વંયમ સેવી ઓની અવિરત રાત દિવસ ની સેવા અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અનુદાન થી વિદ્વાન વક્તા પૂજ્ય ઋષિભારતી ની દુરંદેશી થી દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કરેલ સેવા ની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામી અમદાવાદ શહેર ની આર્થિક પછાત વસાહતો સલ્મ એરિયા માં પાંચ માસ સુધી અવિરત સાત્વિક ગરમા ગરમ ભોજન પ્રસાદ વિવિધ વિસ્તારો માં ફરી ને અન્નદાન ની મુહિમ ચલાવી હતી અમદાવાદ ના સરખેજ ધોળકા દસક્રોઈ શહેરી અને ગ્રામ્ય સહિત ના વિસ્તારો માં ૧૨૦ સ્વંયમ સેવી અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સહયોગ થી માનવ સેવા એજ માધવ સેવા ને ચરુતાર્થ કરતી સેવા ની નોંધ સુગંધી પુષ્પો ની માફક ફેલાય અને સરખેજ ભારતી આશ્રમ ના પૂજ્ય ઋષિભારતી ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું
Recent Comments