fbpx
અમરેલી

સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પરેશ ગજેરાની શાંતાબા મેડિકલ કોલેજની મુલાકાત સમયે ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન

શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવીલ હોસ્પિટલના માધ્યમથી વતનના રતન વસંતભાઈ ગજેરાએ ખરેખર છેવાડાના માનવીઓના આરોગ્યની ચીંતા કરી છે – પરેશ ગજેરા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ધુરંધર આગેવાન પરેશ ગજેરાએ નાની ઉમરમા સર્વોચ સંસ્થાઓમાં પદ પ્રાપ્ત કરી સમસ્ત પાટીદાર સમાજને ગૌરવ અપાવ્યું છે – હરેશ બાવીશી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પૂર્વ પ્રમુખ , લેઉવા પટેલ ભવન સોમનાથના પ્રમુખ , સરદારધામ સૌ.ઝોનના પ્રમુખ , ઓલ ગુજરાત બિલ્ડર્સ એસોશિએશનના પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પરેશભાઈ ગજેરા એ આજ રોજ વતનના રતન અને કેળવણીકાર માન . વસંતભાઈ ગજેરા સ્થાપીત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવીલી જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી . સિવીલ હોસ્પિટલ તથા શાંતાબા મેડિકલ કોલેજના સંચાલનના માધ્યમથી સમગ્ર અમરેલી જીલ્લાના છેવાડાના માનવીઓની આરોગ્યની સમસ્યા દુર થઈ છે ત્યારે શાંતાબા મેડિકલ કોલેજ તથા સિવીલ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ પ્રભાવીત થયા હતા . શ્રી પરેશ ગજેરાની અમરેલીની મુલાકાત દરમ્યાન સમગ્ર ગુજરાતમાં સૌથી નાની ઉમરમા પ્રગતી તથા રાજયકક્ષાની સંસ્થાઓમાં સ્થાન મેળવવા બદલ ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલીટી દ્વારા ફુલહાર , શાલ તથા સન્માનપત્ર આપી પ્રમુખશ્રી હરેશ બાવીશી તથા સિવીલ હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીટુભાઈ ધાનાણીએ સન્માન કર્યુ હતું . આ તકે શ્રી પરેશ ગજેરાએ જણાવ્યુ હતુ કેશાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવીલ હોસ્પિટલના માધ્યમથી વતનના રતન વસંતભાઈ ગજેરાએ ખરેખર છેવાડાના માનવીઓના આરોગ્યની ચીંતા કરી છે . શ્રી પરેશ ગજેરાના ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન દરમ્યાન ડાયનેમિક ગૃપના પ્રમુખ શ્રી હરેશ બાવીશીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ધુરંધર આગેવાન પરેશ ગજેરાએ નાની ઉમરમા સર્વોચ સંસ્થાઓમાં પદ પ્રાપ્ત કરી સમસ્ત પાટીદાર સમાજને ગૌરવ અપાવ્યું છે . આ તકે રાજકોટના અગ્રણી ઉદ્યોગપતી તથા પટેલ સમાજના આગેવાન શ્રી મહેન્દ્રભાઈ સિવીલ હોસ્પિટલ અમરેલીના ડો.હરેશ વાળા , ડૉ.શોભનાબેન મહેતા , ડો.સતાણી , મેડિકલ કોલેજના ડીન શ્રી ડો . સિન્હા વિગેરેએ શ્રી પરેશભાઈ ગજેરાની આ મુલાકાતને આવકારી હતી .

Follow Me:

Related Posts