૩૧ ઓક્ટોબરે એટલે કે ગઇકાલે સરદાર પટેલ જયંતી હતી.સરદાર પટેલ જયંતી નિમિત્તે શાળા-કોલેજાે અને સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી. જાે કે શહેરની કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને જાહેર રજાના દિવસે પણ બોલાવ્યા હતા. ત્યારે જાહેર રજા હોવા છતાં સ્કૂલો ચાલુ રાખવા બદલ અને વિદ્યાર્થીઓને બોલાવનાર શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સરદાર પટેલ જયંતીએ શાળા-કોલેજાે અને સરકારી કચેરીમાં જાહેર રજા હતી. જાે કે નવકાર, ફૈઝાન, શ્રેયસ અને લિટલ ફ્લાવર સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ઉજવણીના કાર્યક્રમો આપ્યા હોવાથી કેટલીક ઝ્રમ્જીઈ શાળાઓ પણ ચાલુ રહી હતી, ત્યારે જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ તમામ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
સરદાર પટેલ જયંતીની રજા ના રાખનાર સ્કુલો સામે જિલ્લા શિક્ષણ અધિકારી રોષે ભરાયાતમામ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી

Recent Comments