સરદાર પટેલ લોકપ્રસાશસન સંસ્થા (સ્પીપા)માં યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસસીઝ પરીક્ષા ૨૦૨૩ના પ્રશિક્ષણ વર્ગોમાં પ્રવેશની જાહેરાત
અમરેલી તા. ૭ જૂન, ૨૦૨૨ મંગળવાર – સરદાર પટેલ લોકપ્રસાશસન સંસ્થા (સ્પીપા) દ્વારા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા-૨૦૨૩ના પ્રશિક્ષણ વર્ગોમાં પ્રવેશની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. સ્પીપા અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને નિશુલ્ક તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા-૨૦૨૩ની તૈયારી કરવા માટે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ પણ આ પ્રશિક્ષણ વર્ગ માટે અરજી કરી શકે છે. અરજી http://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર ૦૬-૦૬-૨૦૨૨ ૦૫-૦૭-૨૦૨૨ રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ http://spipa.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરી શકશે
Recent Comments