fbpx
ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો ઘટાડો

નર્મદા કાંઠાના લોકો માટે મંગળવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. ઉપરવાસથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ગોલ્ડનબ્રિજે સવારે ૭ વાગે જળસ્તર નીચે ઉતરી ૨૭.૯૭ ફૂટે આવી પહોંચ્યું છે. નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૩ મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતું હવે ઘટાડી દેવાયું છે. હાલ ડેમમાંથી ૧ લાખ ૫૮ હજાર ૩૫૨ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લાં ૨૫ કલાકમાં નદીમાં પુરના પાણી ૧૩ ફૂટ ઘટયા છે. પરંતું હજી ભરૂચમાં નર્મદા નદી ડેન્જર લેવલથી ૩.૯૭ ફૂટ ઉપર વહી રહી છે. તો બીજી તરફ, રાજ્યના ૨૮ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સારા વરસાદથી મધ્ય ગુજરાતના જળાશયોમાં નવા નીર આવ્યા છે.

સરદાર સરોવર ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો છે. ડેમ ભરાઈ જતાં ખેડૂતો અને લોકોની સમસ્યા દૂર થઈ છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેરથી નદી-નાળા છલકાઈ ગયા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં ૧૨ ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેદરડા અને પાટણના રાધનપુરમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના બેચરાજી અને બનાસકાંઠાના ભાભરમાં ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના મહેસાણા સિટીમાં ૬.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના વંથલીમાં ૬ ઇંચ વરસાદ રહ્યો. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના ૩૪ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ, ૬૩ તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો રાજ્યના ૧૨૯ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો.
ક્યા ડેમમાં નવા નીરની આવક થઈ ?
ઉકાઈ ડેમમાં ૯૬.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો
દમણગંગા ડેમમાં ૯૧.૮૪ ટકા પાણી ભરાયું
વાત્રક ડેમમાં ૫૭.૯૯ ટકા પાણીનો સંગ્રહ થયો
ગુહાઈ ડેમમાં ૫૦.૯૯ ટકા પાણી ભરાયું
માઝૂમ ડેમમાં ૩૫.૩૭ ટકા પાણીનો જથ્થો
હાથમતી ડેમમાં ૪૬.૪૮ ટકા પાણીનો સંગ્રહ થયો
જવાનપુરા ડેમમાં ૭૮.૬૧ ટકા પાણી ભરાયું
હરણાવ-૨ ડેમમાં ૭૮.૦૨ ટકા પાણીનો જથ્થો
મેશ્વો ડેમમાં ૪૮.૮૫ ટકા પાણીનો સંગ્રહ થયો
વણાકબોરી ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો
પાનમ ડેમ પણ ૧૦૦ ટકા પાણીથી ભરાયો
હડફ ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જવા આવ્યો
કડાણા ડેમમાં ૮૯.૪૮ ટકા પાણીનો જથ્થો
કરજણ ડેમમાં ૯૦.૧૯ ટકા પાણીનો સંગ્રહ થયો
સુખી ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાયો
મુક્તેશ્વર ડેમમાં ૫૩.૬૭ ટકા પાણીનો સંગ્રહ
દાંતીવાડા ડેમમાં ૯૪.૦૩ ટકા પાણી ભરાયું
સીપુ ડેમમાં સૌથી ઓછું ૨૮.૬૯ ટકા પાણી ભરાયું
ધરોઈ ડેમમાં ૯૨.૦૨ ટકા પાણીનો જથ્થો
ખોડિયાર ડેમમાં ૬૫.૩૨ ટકા પાણીનો સંગ્રહ થયો
શેત્રુંજી ડેમમાં ૯૯.૪૦ ટકા પાણી
ઉંડ-૧ ડેમમાં ૮૯.૪૩ ટકા પાણીનો જથ્થો
ભાદર ડેમમાં ૯૧.૪૩ ટકા પાણી
ભાદર-૨ ડેમમાં ૯૮.૧૦ ટકા પાણી
મચ્છુ-૧ ડેમમાં ૮૪.૬૦ ટકા પાણીનો સંગ્રહ
મચ્છુ-૨ ડેમમાં ૬૯.૭૮ ટકા પાણી ભરાયું
બ્રહ્માણી ડેમમાં ૮૪.૬૦ ટકા પાણીનો જથ્થો
સરદાર સરોવર ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાઈ ગયો

Follow Me:

Related Posts