ગીરગઢડા તાલુકાના જામવાળા ગામની પરિણીતાએ ગામના સરપંચ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે, જેમાં સરપંચે તેની સાથે ફેસબૂક મારફતે મિત્રતા કેળવ્યા બાદ શરીર સંબંધ બાંધવા દબાણ કરી, ઘરે દારૂ મોકલીને અડપલાં કર્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. આ અંગે જામવાળાના સરપંચ નરેશ બાલાભાઈ ત્રાપસિયા વિરુદ્ધ પરિણીતાએ કરેલી અરજીમાં જણાવ્યા મુજબ સાતેક માસ પહેલાં સરપંચ સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી.
બાદમાં સરપંચે ફેસબુક મેસેન્જરમાં ‘હાય’નો મેસેજ કર્યો, બન્ને વચ્ચે કોમન વાતચીત થવા લાગી. ત્યાર પછી સરપંચે અચાનક ‘આઇ લવ યુ’નો મેસેજ કર્યો. એટલે પરિણીતાએ તેને કહી દીધું, ‘હું તમારી સાથે કોઈ સંબંધ રાખવા માગતી નથી. મને મેસેજ કરતા નહિ.
આમ છતાં બાદમાં ખાસ કામ હોવાનું કહી સરપંચે પરિણીતાનો મોબાઇલ નંબર મેળવ્યો. ફોન કરીને તેના પર સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યાનો, ના પાડી હોવા છતાં ફોટા, વીડિયો અને મેસેજ કરતો હોવાનો અને બદનામ કરવાની ધમકી આપી, ટેન્શનમાં રહેતી પરિણીતાને ઘરે દારૂની બોટલ પણ મોકલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Recent Comments