સરભંડામાં કોરોના મહામારીને લઇને ઓકિસજન કોન્સેસ્ટ્રેર અર્પણ કરાયા
છેલ્લા એક વર્ષથી વિશ્વભરમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે, જેમાં આપણો દેશ પણ બાકાત નથી. કોરોનાની પ્રથમ લહેરમાંથી તો આપણે માંડમાંડ બહાર નિકળ્યા હતા પરંતુ અચાનક આવેલી બીજી વિકરાળ લહેરે આપણે અસંખ્ય માનવજીવોને ગુમાવ્યા, જે હજુ પણ ચાલુ છે. બીજી લહેરે એટલું વિકરાળ અને ભયાનક રુપ લીધું હતું કે જેને કારણે ગામડાઓપણ સુરક્ષિત નહોતા રહ્યાં. કોરોનાગ્રસ્ત લોકોને હોસ્પીટલમાં દાખલ કરવાની પણ સમસ્યા હતી. ઓકિસજનના બાટલાની પણ મારા મારી હતી.આવા સંજોગોમાં ગામડે ગામડે સેન્ટરો ખોલવા પડયા હતા. જેમાં અમારું સરંભડા ગામ પણ બાકી ન હતું. સરંભડા ગામમાં પણ એક સાથે 40 જેટલા એકટીવ કેઈસ થઈ જતા અને માત્ર 10 દિવસમાં 1પ જેટલા મૃત્યુ થઈ જતા સરકાર દ્વારા સરંભડા ગામને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લીધું હતું.
દર્દીઓને ઓકિસજનની પણ બહુજ જરુર પડતી હતી તેની વ્યવસ્થા કરવામાં પણ સમય જતો હતો જેના સમાચારો અખબારોમાં પણ પ્રસિદ્ધ થયા હતા જેને કારણે અમેરિકા સ્થિત સરંભડા ગામના કનૈયાલાલ બાજરીયાને વતનની ખરાબ પરિસ્થિતિનો ખ્યાલ આવતા તેમણે તેમના મિત્ર મોટાભાઈ સંવટને ફોન કરીને ગામની પરિસ્થિતિ વિષે જાણકારી મેળવીને તેઓ 4 ઓકિસજન સપ્લાય મશીન મોકલે છે. તેમ જણાવીને વધુ કાંઈ મદદની જરુર હોય તો જણાવજો, તેમ કહ્યું હતું. બાજરીયા પરિવારના પ્રફુલભાઈ તથા રાકેશભાઈ દ્વારા અનુદાનિત 4 મશીનો આજરોજ સરંભડા ગામને મળી જતા જરુરીયાતમંદ લોકોને હવે ઓકિસજન માટે બહાર ભટકવું નહી પડે. અમેરિકા સ્થિત સૌરાષ્ટ્ર કલ્ચર ગૃપ દ્વારા સમગ્ર સેરાષ્ટ્રના અનેક ગામોને મશીનો મોકલવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર કલ્ચર ગૃપના રાજકોટ સ્થિત સ્વયંવસેવકો સર્વ ભરતભાઈ ઠુંમરતથા ધ્રુવભાઈ દ્વારા તેઓ સ્વંયમ જઈને આવેલા મશીનોને પંહોચાડે છે.
સરંભડા ગામને મળેલા ઓકિસજન સપ્લાઈ મશીનો આજે ગામના આગેવાનો દલસુખભાઈ દુધાત તથા મોટાભાઈ સંવટની ઉપસ્થિતિમાં ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ કુ.જાન્હવીબેન અમરેલીયાને સુપ્રત કર્યા હતા. જેનો લાભ હવે જરુરીયાતમંદ દર્દીઓ ને મળશે.
Recent Comments