સરસાણા ડોમ ખાતે તૈયાર કરાઇ ૫૪૪ બેડની સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ

સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. ત્યારે સરસાણા ખાતે આવેલા ડોમમાં ૫૪૪ બેડની સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જ્યાં ૫૦ જેટલાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ બેડ વચ્ચે ઓક્સિજનની માત્રા કોવિડના દર્દીઓ સુધી પહોંચી રહે તે માટેની તૈયારી હાલ કરી દેવામાં આવી છે. જાે કે ઓક્સિજનનો પોઇન્ટ તમામ બેડ સુધી ન પહોંચી શકતા અલગથી વિશાળ ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે.
સુરતમાં કોરોનાના કેસો વધતાં તંત્ર દ્વારા ખાસ ૫૪૪ બેડની કોવિડ હોસ્પિટલ અલગથી ઉભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકલન સાંધી સરસાણા ડોમ ખાતે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલ ઓક્સિજન ઇન્સ્ટોલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
Recent Comments