માંગરોળ તાલુકાના સરસાલી ગામે રહેતાં એક શખ્સે મહિલાને વિધવા સહાય શરૂ કરાવી દેવાની લાલચ આપી હતી અને મહિલાની અશિક્ષિતતા નો લાભ લઈ લગ્નનું ખોટું સર્ટી પણ બનાવી લીધું હતું અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું અંતે છેતરપીંડી થયાનું બહાર આવતા મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, માંગરોળ પંથકના સરસાલી ગામે રહેતી એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,પ્રફુલ ભીમાભાઈ ગરેજાએ વિધવા સહાય શરૂ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ આ મહિલા સાથે પ્રફુલે લગ્ન કર્યા હોવાનું ખોટું પ્રમાણપત્ર બનાવી લીધું હતું .
અને જે શીલ પોલીસ મથકમાં રજૂ પણ કરી દીધું હતું તેમજ આ વિધવા મહિલાને તેમની સાથે લઈ જવા માટે ધમકી પણ આપી હતી. આ ઉપરાંત વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.અને મહિલાએ પ્રફુલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આમ આ શખ્સે મહિલાને મહિને ૧૨૫૦ રૂપિયાની સહાય શરૂ કરાવવાને લઈ છેતરપીંડી થી બોગસ મેરેજ સર્ટી તૈયાર કર્યું હતું અંતે ભાંડો ફૂટ્યો હતો.
Recent Comments