રાષ્ટ્રીય

સરસિયાના તેલમાં મિક્સ કરો આ 1 વસ્તુ, વ્હાઇટ વાળ થઇ જશે કાળા

તમારા વાળ પણ વ્હાઇટ છે? વ્હાઇટ વાળને કાળા કરવા માટે આજકાલ અનેક લોકો કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. આ કેમિકલ પ્રોડક્ટ્સ તમારા વાળને લાંબા ગાળે વધારે નુકસાન કરે છે. પણ આજે અમે તમને જણાવી દઇએ કે સરસિયાના તેલનો એક એવો ઉપયોગ જે તમારા વાળને નેચરલી રીતે બ્લેક કરવાનું કામ કરે છે.

આ ખાસ તેલથી વાળને કાળા કરો

આર્યુવેદ અનુસાર સરસિયાનું તેલ અનેક સમસ્યાઓને દૂર કરવા માટેની અક્સીર દવા છે. સરસિયાનું તેલ વાળ અને સ્કિન એમ બન્ને માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તેલ બનાવવા માટે એક કપ સરસિયાનું તેલ લો અને એમાં 3 ચમચી મહેંદી નાંખો. ધ્યાન રહે કે આ મહેંદી જો તમે મહેંદીના પાન લઇને ઘરે ક્રશ કરીને પાઉડર બનાવો છો તો આ તેલ તમને વધારે રિઝલ્ટ આપશે. તમે આ મહેંદી ના નાંખી શકો તો તમે બહારથી પણ મહેંદી પાઉડર લાવીને નાંખી શકો છો.

હવે આ તેલ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક તાંસળુ મુકો અને એમાં સરસિયાનું તેલ ઉમેરો. ત્યારબાદ ગેસ ધીમો કરીને એમાં મહેંદી પાઉડર નાંખો. હવે આ તેલને બરાબર ઉકાળો અને સતત હલાવતા રહો. આ બધી પ્રોસેસ કરશો એટલે તેલ કાળું થશે અને મહેંદી ઓગળી જશે. આમ મહેંદી બરાબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને એક કલાક સુધી આ તેલને ઢાંકેલું રહેવા દો. આમ તેલ ઠંડુ થાય એટલે ગાળી લો અને એક એરટાઇટ બોટલમાં ભરી લો.

જો તમે તેલ અઠવાડિયામાં 4 વાર વાળમાં નાંખશો તો તમારા વાળ નેચરલી રીતે કાળા થશે અને સાથે તમારા વાળ સિલ્કી પણ થશે. આ તેલથી તમને વાળમાં ખોડો પણ નહિં થાય.

Related Posts