fbpx
રાષ્ટ્રીય

સર્બિયામાં બેલગ્રેડની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, ૮ બાળકો સહિત ૧ ગાર્ડનું મોત

સર્બિયામાં એક સગીર બાળકે રાજધાની બેલગ્રેડ ની એક સ્કૂલમાં બુધવારે સવારે અંધાધૂંધ ગોળીબાર શરુ કરી દીધો હતો, જેમાં આઠ બાળકો અને એક સુરક્ષાકર્મીનું મોત થઈ ગયું છે. સર્બિયા પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગોળીબારમાં એક ટીચર અને છ બાળકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નિવેદન અનુસાર, પોલીસે ગોળીબાર કરનારા વિદ્યાર્થીનીની ઓળખાણ કેકે તરીકે કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, ગોળીબાર કરનારા વિદ્યાર્થીની ઉંમર ૧૪ વર્ષની આસપાસ છે, તો વળી તે આ જ સ્કૂલમાં ભણતો હતો. તેને સ્કૂલ કેમ્પસમાંથી જ ધરપકડ કરી લેવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે, તેણે પોતાના પિતાની બંદૂકથી ગોળી ચલાવી હતી. નિવેદનમાં કહેવાયું છે કે, તે આ જ સ્કૂલનો વિદ્યાર્થી છે અને તેનો જન્મ ૨૦૦૯માં થયો હતો. પોલીસે કહ્યું કે, તેણે વ્લાદિસ્વાલ રિબનિકર પ્રાઈમરી સ્કૂલ માં ગોળીબાર થયો હોવાની સૂચના ૮.૪૦ મળી હતી. નિવેદન અનુસાર, ફાયરિંગ કરનારા કિશોર સાતમા ધોરણમાં ભણે છે. પોલીસે કહ્યું કે, તેની ધરપકડ કરીને આ મામલે આગળની તપાસ થઈ રહી છે. નિવેદનમાં કહેવાયું છેકે, છાત્ર પોતાના પિતાની બંદૂકથી અન્ય વિદ્યાર્થીઓ અને ગાર્ડ પર અચાનક ગોળીઓ વરસાવવા લાગ્યો હતો.

સર્બિયાઈ મીડિયામાં પ્રસારિત સમાચારો અનુસાર, ગોળીબારમાં સ્કૂલના એક ગાર્ડનું પણ મોત થઈ ગયું છે. પોલીસ પાસે આ અંગે વધારે જાણકારી હાલમાં મળી નથી. સ્થાનિક મીડિયા ચેનલોમાં પ્રસારિત ફુટેજમાં સ્કૂલ બહાર બાળકોને લઈને ચિંતિત વાલીઓની ભીડ દેખાઈ રહી છે. તો વળી પોલીસકર્મી છાત્રની ધરપકડ કરીને પોલીસ વાહન તરફ લઈ જતી દેખાય છે. વ્લાદિસ્લાવ રિબનિકાર પ્રાઈમરી સ્કૂલ મધ્ય બેલગ્રેડની એક પ્રખ્યાત સ્કૂલ છે. પોલીસે આ ઘટના બાદ સ્કૂલની આજૂબાજૂના વિસ્તારને સીલ કરી દીધો છે. આ સ્કૂલમાં ધોરણ આઠ સુધીનો અભ્યાસ થાય છે.

Follow Me:

Related Posts