fbpx
રાષ્ટ્રીય

સર્બિયા સ્થિત દૂતાવાસે ઈમરાનની આબરૂના ધજાગરા ઉડાવ્યા

સર્બિયામાં પાકિસ્તાનની એમ્બેસીમાં કાર્યરત એક વિદેશ વિભાગના અધિકારીએ ટિ્‌વટરમાં ઈમરાન ખાન ઉપર વ્યંગ કરતો વીડિયો મૂક્યો હતો. પાકિસ્તાન એમ્બેસી સર્બિયાના ઓફિશ્યિલ ટિ્‌વટર એકાઉન્ટમાંથી વીડિયો શેર થયો હતો. જેમાં ઈમરાન ખાનના એક નિવેદન પર કટાક્ષ કરતું સોંગ હતું. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું હતું કે આપને ઘબરાના નહીં હૈ… એ વાક્ય ઉપર ભારે કટાક્ષ થયો હતો. એ સંદર્ભમાં અધિકારીએ લખ્યું હતું કે વડાપ્રધાનના કહેવાથી જ પાકિસ્તાનના અધિકારીઓ ત્રણ મહિનાથી વગર પગારે કામ કરી રહ્યા છે. મોંઘવારીએ જૂના બધા જ રેકોર્ડ્‌સ તોડી નાખ્યા હતા. ઈમરાન ખાન પાકિસ્તાનના અધિકારીઓ પાસેથી ક્યાં સુધી વગર પગારે કામની અપેક્ષા રાખશે? એ ટિ્‌વટ ખૂબ જ વાયરલ થઈ હતી. પાકિસ્તાનની અને ઈમરાન ખાનની આબરુ ધૂણધાણી થઈ ગઈ હતી. એનો ભારે વિવાદ થયો પછી સર્બિયાના દૂતાવાસે બચાવમાં બહાનું રજૂ કર્યું હતું કે ટિ્‌વટર એકાઉન્ટ હેક થઈ ગયું હોવાથી કોઈએ આવી ટિ્‌વટ કરી નાખી હતી. સર્બિયા સ્થિત પાકિસ્તાનના દૂતાવાસે ટિ્‌વટરમાંથી એ ટિ્‌વટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ ત્યાં સુધી તો સ્ક્રિન શોટ પણ વાયરલ થઈ ગયો હતો. પછી તો જે વીડિયો એમ્બેસીએ મૂક્યો હતો એ શોધી શોધીને અસંખ્ય યુઝર્સે શેર કર્યો હતો. ટિ્‌વટર યુઝર્સે માગણી કરી હતી કે પાકિસ્તાને તુરંત અધિકારીઓનો પગાર કરી દેવો જાેઈએ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર મોટો આર્થિક બોજાે છે. પાકિસ્તાનની સરકાર પાસે સરકારી કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા થઈ ગયા છે. વૈશ્વિક સ્તરેથી આર્થિક મદદ પણ બંધ થઈ ગઈ હોવાથી પાકિસ્તાનની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું છે. ઈમરાન ખાન પાસે દેશ ચલાવવા માટે હવે પૈસા ખૂટી પડયા છે. પાકિસ્તાનના જ એક સરકારી અધિકારીએ ઈમરાન ખાનની પોલ ખોલી નાખી હતી અને વિશ્વભરમાં પાકિસ્તાનની આબરૂના લીરા ઉડાવ્યા હતા. અધિકારીએ ત્રણ મહિનાથી પગાર ન થયાની નિવેદન આપ્યું હતું.

Follow Me:

Related Posts