રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જીના નેતૃત્વમાં રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુભાઇ દેસાઇ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલું બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ઊંચાઈઓ પર લઇ જનારું છે, તેમજ રાજ્યની જનતાની આશા-અપેક્ષાની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સપનાને પૂરું કરી રહેનારું બનશે.
શિક્ષણ, ખેતી, સ્વાસ્થ્ય, રોજગાર, ઉદ્યોગો, ગામડાઓ, મહિલાઓ, યુવાનોની સાથે રાજ્યના મુખ્ય ઢાંચાને વધુ સશક્ત કરવા માટે રજૂ કરવામાં આવેલું આ બજેટ રાજ્યની સાથે દેશના વિકાસને એક નવી ઊંચાઈ પર લઇ જશે. સમગ્ર રાજ્ય માટે સર્વસમાવેશી અને લોકહિતકારી બજેટ રજૂ કરવા બદલ રાજ્ય સરકારને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા અંતઃકરણપૂર્વક અભિનંદન આપી સહૃદય આ બજેટને આવકારવામાં આવ્યું.
સર્વ જન હિતાય, સર્વ જન સુખાય” ની પરિકલ્પનાને સાકાર કરતું વર્ષ ૨૦૨૨-૨૩ નું ₹ ૨૪૩૯૬૫/- કરોડનુ સર્વ સમાવેશક બજેટ ને આવકરતા અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા


















Recent Comments