અમરેલી

સલડી ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે લીલીયાતાલુકાના સલડી ગામે          પીપળીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વિહાભાઇ જીવાભાઇ ભુવાની વાડીમાં શૈલેષભાઇ ભીખુભાઇ ડેર રહે. અમરેલી જુગારનો અડ્ડો ચલાવી, પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી, ગંજીપત્તાના પાના વડે તીન-પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. તેવી ચોક્કસ બાતમી આધારે ગઇકાલ તા. 10/પ/ર1ના રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે. કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં જુગાર ધામ પકડી પાડી, કુલ 9 ઇસમોને રોકડ રકમ, મોટર સાયકલો, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્‍ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણ સરકાર્યવાહી કરી લીલીયા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમો (1) શૈલેષભાઇ ભીખુભાઇ ડેર, (ર) પ્રવિણભાઇ ગોવિંદભાઇ ગોહિલ, (3) સુરેશભાઇ જીવાભાઇ બાબરીયા, (4) પ્રદ્યુમનસિંહ વિરમતસિંહ ગોહિલ, (પ) ભાવેશભાઇ રામભાઇ સોંદરવા, (6) જયવીરભાઇ ગભરૂભાઇ વાળા, (7) વિક્રમસિંહ મહેન્‍દ્રસિંહ ભડોરીયા, (8) કિરીટભાઇ અમૃતલાલ પરીખ, (9) કિશનભાઇ અરવિંદભાઇ ચૌહાણ.

પકડાયેલ મુદામાલ રોકડ રૂા. 49,3પ0 તથા મોટર સાયકલ-પ કિં. રૂા. 1,પ0,000 તથા મોબાઇલ ફોન નંગ-8 કિં. રૂા. 4પ,પ00 તથા ગંજી પતાનાંપાના નંગ-પર  મળી કુલ રૂા. ર,44,8પ0નો મુદ્‌ામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

Related Posts