સલમાનખાનના લાઈવ શોની ટુરમાં ડેઝી શાહ ગોઠવાઈ ગયાની ચર્ચા: જેકલિન ફનાર્ન્ડિસનું પત્ત્તુ કટ

સલમાન ખાન છેલ્લા ઘણા વરસોથી વિદેશમાં પોતાના લાઇવ શોનું આયોજન કરે છે. જેમાં જેકલિન ફનાર્ન્ડિસ પણ ભાગ લેતી હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે જેકલિન હવે વિદેશમાં શોના આયોજનનો હિસ્સો બની શકશે નહીં. તેથી તેનું સ્થાન ડેઝી શાહ લેશે તેવી ચર્ચા છે. જાેકે ડેઝીનો સંપર્ક કરનાર સૂત્રને ડેઝીએ પોતે આ બાબતે કાંઇ જાણતી ન હોવાનું કહ્યું હતું. ભૂતકાળમાં ડેઝીએ સલમાન અને અન્યો સાથે લંડન, ન્યુઝીલેન્ડ, દુબઇ તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્થળોમાં પરફોર્મ કર્યું છે. સલમાનની આ ઇવેન્ટ રિયાધ, સાઉદી અરેબિયામાં આ અઠવાડિયાના અંતમાં યોજાવાની છે. જેમાં આયુષ શર્મા, પ્રભુદેવા, સુનીલ ગ્રોવર, સાંઇ માંઝરેકર અને શિલ્પા શેટ્ટી તેમજ અન્યો ભાગ લેવાના છે. જેકલિન ફનાર્ન્ડિસને ઇડીએ એરપોર્ટ પર સફર કરતાં રોકી દીધી છે. તે સલમાનના શોમાં હિસ્સો લેવા માટે યુએઇ જવા નીકળી હતી. ત્યારે જેકલિનને દેશની બહાર જવા ર્ પર પ્રતિબંધ હોવાથી તેને એરપોર્ટ પર અટકાવામાં આવી હતી.
Recent Comments