બોલિવૂડ

સલમાનના ક્લોઝ ફ્રેન્ડ સૂરજ બરજાત્યાએ કર્યો આ ખુલાસો

ફિલ્મ મેકર્સ માટે સલમાન ખાનનો સ્પર્શ પારસમણિ સમાન રહ્યો છે. લાંબા સમયથી સલમાન ખાનની હાજરી માત્રથી ફિલ્મના હિટ જવાની ખાતરી મળે છે. સલમાન ખાનની ઈચ્છા હોય અને કોઈ ફિલ્મમેકર તેમને રોલ આપવાની ના પાડે તે માનવું અઘરું છે, પરંતુ આ બાબતનો ખુલાસો સલમાનના ક્લોઝ ફ્રેન્ડ સૂરજ બરજાત્યાએ કર્યો છે. અમિતાભ બચ્ચન અને બોમન ઈરાની સાથે સૂરજ બરજાત્યાએ ઊંચાઈ બનાવી છે. સલમાનને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી, પરંતુ સૂરજ બરજાત્યાએ તેમને રોલ આપ્યો ન હતો. ઊંચાઈની કાસ્ટમાં અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, નીના ગુપ્તા, પરિણીતી ચોપરા અને અનુપમ ખેરનો સમાવેશ થાય છે. રીસેન્ટલી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે.

ટ્રેલર લોન્ચ દરમિયાન સૂરજ બરજાત્યાના એક ખુલાસાએ બધાને ચોંકાવી દીધા હતા. બરજાત્યાએ જણાવ્યું હતું કે, સલમાન ખાન આ ફિલ્મમાં કામ કરવા માગતા હતા, પરંતુ તેમને ના પાડી. કારણ કે, ફિલ્મ માટે એકદમ અલગ કાસ્ટ જાેઈતી હતી. ફિલ્મમાં એવા સ્ટાર્સની જરૂર હતી, જે પહાડ પર ન ચડી શકતા હોય. સલમાન ખાન પહાડ ચડી શકે છે, તે મને ખબર છે. સલમાન ખાન અને સૂરજ બરજાત્યાની જાેડીના દરેક પ્રોજેક્ટ સફળ રહ્યા છે. સલમાન ખાનની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયા પણ તેમણે બનાવી હતી. ત્યાર બાદ હમ આપકે હૈં કોન અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો પણ આ જુગલજાેડીએ આપેલી છે. સલમાન વગરની બરજાત્યાની ફિલ્મ ઊંચાઈ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે.

Related Posts