fbpx
બોલિવૂડ

સલમાનને કિયારા અડવાણીની માસી સાથે થયો હતો પહેલો પ્રેમ, આ કારણે બનતા રહી ગઇ ખાન પરિવારની વહુ

સલમાન ખાન પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ પોતાની લવ લાઇફને લઇને પણ ચર્ચામાં રહ્યો. સોમી અલી, સંગતા બિજલાની સહિત એક્ટરની લાઇફમાં અનેક હસીનાઓ આવી, પરંતુ એક્ટર આજ સુધી લગ્નના બંઘનમાં નથી બંધાયો. સલમાન ખાનની લવ લાઇફની ચર્ચા થઇ રહી છે ત્યારે એ સવાલ પણ મનમાં આવે છે કે આખરે તેની પહેલી ગર્લફ્રેન્ડ કોણ હતી? મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર બોલિવૂડના સુપરસ્ટારની પહેલી ગર્લફ્રેન્ડ હતી લેજેન્ડ્રી એક્ટર અશોક કુમારની દોહિત્રી અને બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીની માસી શાહીન જાફરી. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન, શાહીન જાફરી પર એ હદે લટ્ટુ હતો કે તેણે પોતાના પરિવાર સાથે પણ શાહીનની મુલાકાત કરાવી હતી. કહેવામાં આવે છે કે સલમાન શાહીનની રાહ જાેઇને કલાકો સુધી તેની કોલેજની બહાર ઉભો રહેતો હતો. વાત તે સમયની છે, જ્યારે સલમાને બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હતી અને તે સમયે તેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી.

ત્યારે સલમાન મુંબઇની સેન્ટ ઝેવિયર કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સેકેન્ડ યરનો સ્ટુડન્ટ હતો. ત્યારે તેને શાહીન સાથે પ્રેમ થઇ ગયો હતો. રિપોર્ટ્‌સમાં એવું પણ કહેવામાં આવે છે કે સલમાનનો પરિવાર પણ શાહીનને ખૂબ જ પસંદ કરવા લાગ્યો હતો, તે તેને તેમના ઘરની વહૂ બનાવવા માંગતા હતાં, પરંતુ અચાનક કંઇક એવું બન્યું જેના વિશે કદાચ કોઇને કલ્પના પણ નહીં હોય. રિપોર્ટ્‌સ અનુસાર, આ જ તે સમય હતો જ્યારે સલમાન ખાન અને શાહીનના જીવનમાં સંગીતા બિજલાનીની એન્ટ્રી થઇ. સંગીતાના આગમનથી સલમાનને શાહીનથી લગાવ ઓછો થવા લાગ્યો અને સમય જતાં બંનેનું બ્રેકઅપ થઇ ગયું. જ્યારે સંગીતા, સલમાનને મળી ત્યારે તે બ્રેકઅપના કારણે દુઃખી હતી. ૧૯૮૦માં મિસ ઇન્ડિયા રહી ચુકેલી સંગીતા બિજલાનીનું તે સમયે બોયફ્રેન્ડ બિંજૂ અલી સાથે બ્રેકઅપ થયું હતું. એવું કહેવાય છે કે જ્યારે સંગીતા સલમાનને મળી ત્યારે તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું.

તે એ જ હેલ્થ ક્લબમાં જતી હતી જ્યાં સલમાન જતો હતો. અહીં જ બંનેની મુલાકાત થઈ હતી. પછી બંનેની એકબીજા સાથે ઓળખાણ થઇ, મિત્રો બન્યા અને પછી આ મિત્રતા પ્રેમ સુધી પહોંચી. બંનેએ લગભગ ૧૦ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. વાત લગ્ન સુધી પહોંચી, પરંતુ ત્યારબાદ સોમી અલી સલમાનના જીવનમાં આવી અને તેણે સંગીતા સાથે બ્રેકઅપ કર્યું. આ પછી સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા. પરંતુ, આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને પછી બંને અલગ થઈ ગયા.

Follow Me:

Related Posts