સલમાનનો ફેમિલી સાથે ડીનર કરતાનો ફોટો વાયરલ, ફેન્સે કહ્યું ‘ઘર કા ખાના હી ૫ સ્ટાર જૈસા’
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો ચાર્મ જ અલગ છે. એક સમયે પોતાના ગુસ્સાને કારણે લાઈમલાઈટમાં રહેતો સલમાન ખાન આજે તેની શાલીનતાને કારણે પ્રખ્યાત છે. સલમાન ખાન એ અભિનેતાઓમાંથી એક છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી ફ્રી થયા બાદ પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. જાેકે, કોઈ પણ વ્યક્તિ માટે પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને જમવાનું જેટલું સુખદ હોય છે તેવુ સુખ ફાઈવ સ્ટાર હોટેલમાં પણ નથી હોતો. જાેકે, વાયરલ થઈ રહેલા સલમાન ખાનના ફોટોમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે જમતો જાેવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ ફોટો વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં જાેઈ શકાય છે કે, તે કેવી રીતે તેના પરિવાર સાથે ડાઈનીંગ ટેબલ પર બેસીને જમતો હોય છે. જાેકે, ડીનર લેતો સલમાન કેઝ્યુઅલ આઉટફિટમાં છે. પરિવારના સભ્યો સાથે બેસીને ખાવાનો આનંદ અભિનેતાના ચહેરા પર દેખાઈ રહ્યો છે. જાેકે સલમાનનો આ ફોટો સોશિયલ મીડિયા પર હાલ ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. તમે જાેઈ શકો છો, તેમ ડાઈનિંગ ટેબલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી છે. તેની બાજુમાં નાનો ભાઈ અરબાઝ ખાન બેઠો છે, અને તેની સાવકી માતા હેલન અરબાઝની બાજુમાં બેઠેલી જાેવા મળે છે. આ ફોટોમાં દરેક વ્યક્તિ એકદમ મગ્ન થઈ ભોજન માણી રહ્યો છે.
અને તેમના હાવભાવ જાેઈને અંદાજ લગાવી શકાય છે કે ભોજન પણ કેટલું સ્વાદિષ્ટ હશે. આ અંગે ફેન્સ વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જાેકે, સલમાન ખાનના ફેન્સ માટે આ ફોટો કોઈ ગીફ્ટથી ઓછો નથી. ફોટોમાં અભિનેતાની સાદગી લોકોના દિલ જીતી રહી છે, તો બીજી તરફ કેટલાક લોકો ડાઈનિંગ ટેબલ પર રાખેલી સ્વાદિષ્ટ વાનગીઓ જ જાેઈ રહ્યા છે. ફોટો શેર કરી કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કોઈપણ ૫ સ્ટાર હોટલ આટલો આનંદ નહી આપી શકે જે આનંદ તમને તમારા પરિવારના સભ્યો સાથે ડીનર કરતી વખતે મળે.
જાેકે, આ ફોટો પર કમેન્ટ્સ કરતા એક વ્યક્તિએ લખ્યું છે કે, માતા પિતા સાથે રહેવું નસીબની વાત હોય છે. તો બીજાએ ફોટો પર પ્રતીક્રિયા આપતા કહ્યું કે, હું માત્ર માછલીને જ જાેઈ રહ્યો હતો, અને મારા મોઢામાં પાણી આવવા લાગ્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાને વર્ષની શરૂઆતમાં જ ફેન્સને મનોરંજનનો ડોઝ આપી દીધો છે. તે તેના ખાસ મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં જબરદસ્ત કેમિયો રોલમાં જાેવા મળ્યો હતો. આ સિવાય તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પણ થોડા દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બાદ સલમાનની ફિલ્મ ટાઈગર ૩ પણ વર્ષના અંતમાં અને દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
Recent Comments