સલમાન ખાનની ફિલ્મમાં રામચરણ કેમિયો કરશે
સાઉથની ઈન્ડસ્ટ્રી સાથે સલમાનની નિકટતા વધી રહી છે. ચિરંજીવીની ફિલ્મ ગોડફાધરમાં સલમાનના કેમિયો બાદ હવે ચિરંજીવીનો દીકરો અને ઇઇઇ સ્ટાર રામચરણ સલમાનની ફિલ્મમાં કેમિયો કરવાનો છે. બિગબોસ ઉપરાંત સલમાન ખાન કિસી કા ભાઈ કિસી કી જાન ના શૂટિંમાં બિઝી છે. સલમાન સાથે સ્ક્રિન શેર કરવાની જિદ લઈને બેઠેલા રામ ચરણે આ ફિલ્મમાં પોતાનો કેમિયો પાકો કરી લીધો છે. મુંબઈ ખાતે ગોડફાધરના ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈન્ટ્રેસ્ટિંગ કેલ્ક્યુલેશન્સ શેર કર્યા હતા. સલમાને જણાવ્યું હતું કે, લોકોને હોલિવૂડ જવું છે, પરંતુ તેમની ઈચ્છા સાઉથની ફિલ્મો કરવાની છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભેગા મળીને કામ કરવા માંડે તે વધુ જરૂરી છે. બોલિવૂડનું અને સાઉથની ઓડિયન્સ ફિલ્મને જુએ તો દરેક થીયેટરમાં ફિલ્મ ચાલે જ. આ સ્થિતિમાં દરેકનો વિકાસ છે અને આંકડો ખૂબ મોટો થઈ શખે છે.
લોકો અત્યારે ૩૦૦-૪૦૦ કરોડની વાત કરી રહ્યા છે, પરંતુ તેઓ ભેગા થાય તો ૩૦૦૦-૪૦૦૦ કરોડનો આંક પાર કરવાનું પણ અઘરું નથી. સલમાનના આ સમીકરણ સાથે રામચરણ પણ સંમત છે અને તેથી જ ગોડફાધરના ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી રામચરણે લીધી છે. સલમાને ગોડફાધરના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, એક દિવસ રામચરણ આવ્યો અને તેણે કિસી કા ભાઈ કિસી કી જાનમાં કેમિયોની ઈચ્છા દર્શાવી. મેં તેને ના પાડી. પણ, એક જ ફ્રેમમાં દેખાવાની જિદ તેણે પકડી રાખી. શરૂઆતમાં તો મને મજાક લાગી, પરંતુ બીજા દિવસે સવારે રામચરણ પોતાની વેનિટી વાન લઈને પહોંચી ગયો. કોશ્ચ્યુમ પણ સાથે જ હતા. અમારા પહેલા તે ફિલ્મના સેટ પર પહોંચી ગયો હતો અને તેથી ના પાડવાનો કોઈ ચાન્સ ન હતો. આ રીતે ફિલ્મમાં રામચરણનો કેમિયો આવી ગયો.
Recent Comments