fbpx
બોલિવૂડ

સલમાન ખાનની ફિલ્મ “કિસી કા ભાઇ કીસી કી જાન”નું ટિઝર રિલીઝ, ભાઈનો લુક લોકોને ખૂબ પસંદ આવ્યો

લાંબા વાળ, દાઢી અને શેડ્‌સમાં સલમાનનો આવો લુક તમે પહેલા ક્યારે નહિં જાેયો હોય. સલમાન ખાને એની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઇ કીસી કી જાન ફિલ્મનો નવો લુક રિલીઝ થઇ ગયો છે. આમ, તો પહેલાથી જ સલમાનનો આ રિવીલ થઇ ચુક્યો છે. પરંતુ તમે આ નવા ટીઝર વિડીયોમાં દબંગ ખાનનો ટશન લુક જાેઇને તમે પણ છક થઇ જશો. સલમાન ખાનનો આ લુક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. જાે કે હજુ આ ફિલ્મ રિલીઝ થવામાં થોડો સમય લાગશે. આમ, જ્યાં સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર ના થાય ત્યાં સુધી ટિઝર જાેઇને લોકોએ સંતોષ માનવો પડશે. આ વિડીયોમાં તમે સલમાનની એન્ટ્રી જાેતાની સાથે ખુશ થઇ જશો. ટિઝરની શરૂઆતમાં સલમાન ખાન બાઇક પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરે છે.

ત્યારબાદ સલમાન બ્રાઉન શર્ટ, ડેનિમ જીન્સમાં ફુલટોન ટશનની સાથે વોક કરતો જાેવા મળે છે. આ સાથે જ વિડીયોમાં તમે જાેઇ શકશો કે સલમાનના વાળ લહેરાઇ રહ્યા છે અને આ કિલર લુકે ફેન્સને પાગલ કરી દીધા છે. સલમાન ખાનના આ લુકની ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ટિઝર વિડીયોમાં સલમાનનો લુક કાતિલ છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ ખૂબ પાવરફુલ છે. જાે કે સલમાનના આ લુકથી અનેક સેલેબ્સ પણ ઇમ્પ્રેસ થઇ ગયા છે. સલમાન ખાનની પોસ્ટ પર લોકો બોસ, ફાયર, હાર્ટ પોસ્ટ જેવી અનેક પ્રકારની કમેન્ટ્‌સ કરી રહ્યા છે. ભાઇજાનનો આ નવો લુક લોકોને સુપરકુલ લાગી રહ્યો છે. સલમાને ટિઝર લોન્ચ કરતાની સાથે બીજી પણ એક મોટી જાહેરાત કરી દીધી છે. આ વિશે સલમાને શેહનાજ ગિલની એન્ટ્રીને કન્ફોર્મ કરી દીધી છે.

જાે કે અત્યાર સુધી શેહનાજ ગિલની ડેબ્યુની ઓફિશિયલ કોઇ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ આ વખતે સલમાને આ વાતને કન્ફોર્મ કરી દીધી છે. સલમાન ખાને આ ટિઝર ફિલ્મની સ્ટારકાસ્ટને ટેગ કરી છે જેમાં સાઉથ એક્ટર વેંકટેશ, પૂજા હેગડે, રાધવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શેહનાજ ગિલ, પલક તિવારીને પણ સામેલ કર્યા છે. સલમાન ખાનની આ અવેટેડ ફિલ્મ આ વર્ષે ૩૦ ડિસેમ્બરના રોજ રિલીઝ શેડ્યુલ છે. જાે કે આ મુવીની અનેક લોકો રાહ જાેઇને બેઠા છે.

Follow Me:

Related Posts