સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ૪૫૦૦ સ્ક્રિનમાં ૧૬,૦૦૦ શો સાથે રિલીઝ કરવામાં આવી..
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ઈદ ૨૦૨૩ પહેલા ધમાકેદાર આગમન થયું છે. સલમાનની સાથે આ બિગ બજેટ ફિલ્મમાં વેંકટેશ દુગ્ગુબાટી, પૂજા હેગડે, શેહનાઝ ગિલ, રાઘવ જુયાલ, જસ્સી ગિલ અને પલક તિવારી પણ છે. જંગી પ્રમોશન અને ઈવેન્ટ્સ બાદ દેશના ૪૫૦૦ સ્ક્રિનમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે અને એક દિવસના ૧૬,૦૦૦ શો ચાલી રહ્યા છે. દેશના અગ્રણી મલ્ટિપ્લેક્સ ચેઈનમાં ફિલ્મની ૬૦,૦૦૦ ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું હતું. જાે કે થીયેટરમાં ફિલ્મના શો ખાલી ન હતા રહ્યા, જેને જાેતાં સ્પોટ બુકિંગ પર મોટો મદાર કહી શકાય. રિલીઝના પહેલા દિવસે મોર્નિંગ શોમાં ૧૫ ટકા ઓક્યુપન્સી જાેવા મળી હતી. પાછલા દસકામાં સલમાનની ફિલ્મોને મળેલા રિસ્પોન્સને જાેતાં આટલી ઓક્યુપન્સી ઓછી કહેવાય. જાે કે સલમાનની પહેલી ફિલ્મ આટલા બધા સ્ક્રિનમાં એક સાથે રિલીઝ થઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ પહેલા દિવસે ફિલ્મને ૧૫ કરોડથી વધુનું કલેક્શન મળવાનો અંદાજ છે. દિવસના અન્ય શો દરમિયાન ઓક્યુપન્સીમાં કેટલો વધારો થયો છે તે જાેવું રહ્યું.
ફિલ્મના ટિકિટ પ્રાઈઝ માટે પોપ્યુલર પ્રાઈઝિંગ અને બ્લોકબસ્ટર પ્રાઈઝિંગ જેવી ફોર્મ્યુલા રખાઈ છે. એટલે કે ઓક્યુપન્સી વધારે હોય તો ટિકિટના રેટ વધે અથવા ઓક્યુપન્સી ઓછી હોય તો પણ ભાવ વધારે જ રહે. આમ, બે અલગ-અલ ફોર્મ્યુલા કેટલી મદદરૂપ બને છે તે કહેવું પણ અઘરું છે. ૨૦૧૯ના વર્ષમાં આવેલી ‘ભારત’ ઈદ પર સલમાનની છેલ્લી ફૂલ થીયેટર રિલીઝ હતી. આ ફિલ્મને સલમાનની અગાઉની ફિલ્મો જેવો રિસ્પોન્સ મળ્યો ન હતો. અલબત્ત પ્રોડ્યુસર્સ ફાયદામાં રહ્યા હતા. કોવિડના કારણે ૨૦૨૦માં થીયેટર બંધ હતા. ૨૦૨૧માં રાધે-મોસ્ટ વોન્ટેડ ભાઈને થીયેટરમાં રિલીઝ કરવાનો ઈરાદો હતો. જાે કે તેને ઝી ૫ પર રિલીઝ કરવામાં આવી હતી. ૨૦૨૨માં સલમાને અજય દેવગણની ફિલ્મ રનવે ૩૪ અને હીરોપંતી ૨ને સપોર્ટ કર્યો હતો. પાછલા વર્ષે ઈદ પર રિલીઝ થયેલી આ બંને ફિલ્મ ઊંધા માથે પછડાઈ હતી. સલમાનની ફિલ્મને મળેલો પ્રારંભિક પ્રતિભાવ આ બંને કરતાં વધારે સારો છે. કિસી કા ભાઈ કિસી કી જાન પછી આ વર્ષે સલમાનની ટાઈગર ૩ પણ આવી રહી છે, જે દિવાળી પર રિલીઝ થવાની છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન લાંબા સમય બાદ ટાઈગર વર્સીસ પઠાણમાં સ્ક્રિન શેર કરવાના છે. આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી.
Recent Comments