fbpx
બોલિવૂડ

સલમાન ખાનનું દિલ ‘પરમવીર’ પર આવી જતા ૧ કરોડ આપવા તૈયાર, માલિકે ના પાડી

દુનિયાભરના કરોડો લોકો બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર ફિદા છે પણ ભાઈજાનનું દિલ ‘પરમવીર’ પર આવી ગયું છે. તે એટલો બધો ફિદા થઇ ગયો કે કોઈપણ કિંમતે તેને મેળવવા ઈચ્છે છે પણ એક મુશ્કેલી છે જેનું સોલ્યુશન મેળવવા પ્રયાસ થઇ રહ્યા છે. પરમવીર એક ઘોડો છે જે સલમાન ખાનને ખૂબ ગમ્યો છે. પંજાબના ફરીદકોટ જિલ્લામાં હોર્સ બ્રિડર્સ કોમ્પિટિશન ચાલી રહી છે.
આમાં ભેંસડા સ્ટડ ફાર્મ અમદાવાદ, ગુજરાતથી રંજીત સિંહ રાઠોડ તેમના બે ઘોડા લઈને આવ્યા છે. પરમવીર આ બે ઘોડામાંનો એક છે. સલમાન ખાન આ ઘોડાને ખરીદવા ઈચ્છે છે. તેની કિંમત એક કરોડ રૂપિયા છે અને સલમાન આ કિંમત આપવા તૈયાર પણ છે. સલમાન ખાનની ટીમે રંજીતને ઓફર પણ આપી, પરંતુ તેણે પરમવીરને વેચવાની ચોખ્ખી ના પાડી દીધી છે, તેમ છતાં પ્રયાસ ચાલું છે.
પરમવીર મારવાડી બ્રિડનો છે અને તેનો રંગ કાળો છે. ઊંચાઈ ૬૫ ઇંચથી વધુ છે. ગયા વર્ષે રિલાયન્સ ગ્રુપે પરમવીરની કિંમત એક કરોડ રૂપિયા લગાવી હતી. પરમવીરના ડાયટ પર રોજ એવરેજ ૧૮૦૦થી ૨૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.

Follow Me:

Related Posts