બોલિવૂડ

સલમાન ખાનને આ મહિલાનું નિધન થયું હોવાનું જાણકારી આપી, દુઃખ વ્યક્ત કર્યું

સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી.. આ મહિલા અદ્દૂનું નિધન થયું હોવાનું જાણકારી આપી દુઃખ વ્યક્ત કર્યું

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. બોલિવુડના ભાઈજાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તમામ બાબત સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં સલમાન ખાને એક મહિલાને શ્રદ્ધાંજલિ આપી છે. આ પોસ્ટ પર સલમાન ખાનના ફેન્સ રિએક્શન આપી રહ્યા છે અને આ મહિલા કોણ છે, તે જાણવા માટે તમામ લોકો રાહ જાેઈ રહ્યા છે. બોલિવુડના ભાઈજાન સલમાન ખાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સલમાન ખાને મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમના જીવનની ખૂબ જ નજીકની મહિલા અદ્દૂનું નિધન થયું હોવાનું જાણકારી આપી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે. સલમાન ખાને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારી વ્હાલી અદ્દૂ હું મોટો થઈ રહ્યો હતો,

ત્યારે તમે મને જે પણ પ્રેમ અને સપોર્ટ આપ્યો તે માટે થેંક્યૂ, તમને બહુ બધો વ્હાલ. માય ડિયર અદ્દૂ, ભગવાન તમારી આત્માને શાંતિ આપે’. સલમાન ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ભાઈજાનના ફેન્સ આ મહિલાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લોકો આ મહિલા બાબતે સવાલ પૂછી રહ્યા છે કે, આ મહિલા કોણ છે? સલમાન ખાનની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ જાણવા માંગી રહ્યા છે કે, ‘આ અદ્દૂ કોણ છે? જેને સલમાન ખાન શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે’. ભાઈજાનના કેટલાક ફેન્સે આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક યૂઝર્સે દાવો કર્યો છે કે, તે સલમાન ખાનની કેર ટેકર હતી. અન્ય લોકો જણાવી રહ્યા છે કે, તે સલમાન ખાનની નૈની હતી. બોલીવુડ અભિનેતાએ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી, તેથી આ બાબતે કંઈપણ કહી શકાય તેમ નથી. સલમાન ખાનના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો બોલિવુડના ભાઈજાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ હમણાં જ રિલીઝ થઈ હતી.

Follow Me:

Related Posts