સલમાન ખાનનો આ લુક જાેઈ એ પાક્કું છે ચોંકી જશો..
સલમાન ખાન હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. તે બોલીવૂડનો ટોપ એક્ટર છે. આજે પણ ઘણી ફિલ્મો તેના નામ પર ચાલે છે. જાેકે, થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પીટાઈ ગઈ હતી. ત્યારબાદ તેની ફિલ્મો અંગે કોઈ અપડેટ આવી નહોતી. જાેકે, હવે સલમાન ખાન એકદમ નવા લૂકમાં જાેવા મળી રહ્યો છે. જેના કારણે તેની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે. સલમાન ખાન તાજેતરમાં મુંબઇ ખાતે પાર્ટીમાં જાેવા મળ્યો હતો. તે કારમાંથી નીચે ઊતર્યો તો તેને જાેતાની સાથે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સલમાન ખાને મુંડન કરાવ્યું છે અને તેના લુકના કારણે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઈન્ટરનેટ પર પણ આ લુક આગની જેમ ફેલાઈ રહ્યો છે.
સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. જેથી તેને લગતી કોઈ અપડેટ સામે આવે એટલે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં હવે તેનો લુક પણ ચર્ચાનો વિષય બન્યો છે. સલમાન બ્લેક શર્ટમાંમાં દેખાયો હતો. ચાહકોને તેની આ સ્ટાઈલ પસંદ આવી હતી. તેનો આ લુક તેની આગામી ફિલ્મ માટે હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઇગર ૩’નું શૂટિંગ કરવાનો છે. ત્યારે સલમાન ખાનનોઆ લુક કરણ જાેહર અને ‘શેરશાહ’ બનાવનાર વિષ્ણુ વર્ધનના આગામી પ્રોજેક્ટ માટે હોઈ શકે તેવું માનવામાં આવે છે.
બીજી તરફ ચાહકો અન્ય ફિલ્મ બાબતે પણ અનુમાન લગાવી રહ્યા છે. એક ચાહકે સલમાનને પૂછ્યું છે કે, રાધે ભાઈ, તેરે નામ – ૨ બની રહી છે કે શું? કેટલાક ચાહકોએ સલમાન દરેક લૂકમાં સારો લાગતો હોવાનું કહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે તો સલમાન ખાનનું ધ્યાન ‘ટાઇગર ૩’ ફિલ્મ પર છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી જાેવા મળશે. આ ઉપરાંત ટાઇગર દૃજ પઠાણનું કામ પણ આગામી વર્ષે શરૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘પ્રેમ કી શાદી’ પર પણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
Recent Comments