સલમાન ખાને બિગ બોસ ૧૭’ની સિઝનમાં ડબલ ઇવિક્શનની જાહેરાત કરીછેલ્લા અઠવાડિયે નોમિનેટ ૪ સ્પર્ધકોમાંથી ૨ સ્પર્ધકોને બહાર કરાયા
પહેલીવાર સલમાન ખાને કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ ૧૭’ની સિઝનમાં ડબલ ઇવિક્શનની જાહેરાત કરી હતી. આ અઠવાડિયે નોમિનેટ થયેલા ૪ સ્પર્ધકોમાંથી બે સ્પર્ધકોને બિગ બોસના ઘરમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. અનુરાગ ડોભાલ બિગ બોસમાંથી બહાર થઈ ચૂક્યો છે. હવે બિગ બોસના ઘરમાં ૧૦ સભ્યો વધ્યા છે. વર્ષ ૨૦૨૩ના છેલ્લા દિવસે બિગ બોસના ઘરમાંથી ૩ સભ્યો બહાર થયા છે.
સૌથી પહેલા રિંકુ ધવન ત્યારબાદ નીલ ભટ્ટ બિગ બોસ હાઉસમાંથી બહાર થયા હતા. ત્યારબાદ મુનવ્વર ફારુકીની ચાલથી અનુરાગ ડોભાલ પણ બહાર થઈ ગયો છે. માટે હવે બિગ બોસ ૧૭માં ૧૦ સભ્યો બચ્યા છે.. બિગ બોસ ૧૭ની ટ્રોફીની રેસમાં હવે અંકિતા લોખંડે, ઈશા માલવીયા, મન્નારા ચોપરા, ઓરા, અભિષેક કુમાર, સમર્થ જુરેલ, મુન્નવર ફારુકી, વિક્કી જૈન, અરુણ મહાશેટ્ટી અને આયશા ખાન છે.બિગ બોસના ફેન પેજ બિગ બોસે ટોપ ૧૦ સભ્યોના નામ શેર કરી સોશિયલ મીડિયા યુઝર્સને પુછ્યા છે કે, ટોપ ૫માં ક્યાં સભ્યોને જુઓ છો, તો ચાલો જાેઈએ ચાહકો કોને ટ્રોફી જીતાડવા માંગે છે.
એક યુઝરે લખ્યું, અંકિતા લોખંડે, મુનવ્વર ફારુકી, અભિષેક કુમાર, મન્નારા ચોપરા અને ઈશા માલવીયા, વિક્કી જૈન, મોટા ભાગના ચાહકોએ મુન્નવર ફારુકી , અંકિતા લોખંડે અને અભિષેક કુમારનું નામ લીધું છે. એવું કહી શકાય કે, સોશિયલ મીડિયા યુઝર્સે મુનવ્વર, અંકિતા અને અભિષેક ટોપ ૩ સભ્યો લાગે છે.
Recent Comments