બોલિવૂડ

સલમાન ખાને યંગ એજની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતો નજરે પડશે

ઉંમરની રીતે જાેઈએ આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન કે માધવન વચ્ચે ખાસ ફરક નથી શાહરૂખ અને માધવન પોતાની કરિયરમાં વધતી ઉંમરનો પ્રભાવ સ્વીકારી ચૂક્યા છે. બંનેએ ફિલ્મમાં રોમેન્ટિક કેરેક્ટર ભજવવાના બદલે ઉંમરને શોભે તેવા રોલ કરવાના ઈરાદા જાહેર કર્યા હતા. જાે કે બોલિવૂડના ભાઈ જાન વધતી ઉંમરની અસરથી સદંતર દૂર રહ્યા છે અને નવી પેઢીની એક્ટ્રેસીસ સાથે પણ જાેડી જમાવી રહ્યા છે. પૂજા હેગડે અને પલક તિવારી જેવી યંગ એજની એક્ટ્રેસીસ સાથે પહેલી વાર સ્ક્રિન શેર કરવા સલમાને તૈયારીઓ હાથ ધરી છે. આમિરખાન કે શાહરૂખ ખાને ફિલ્મો ફ્લોપ ગયા બાદ લાંબો બ્રેક લીધો હતો. પરંતુ, સલમાન ખાનની કરિયરમાં આવો તબક્કો આવ્યો નથી. તેથી જ ફિલ્મ મેકર્સ માટે સલમાન ખાન એટલે પૈસા વસૂલનું બીજું નામ છે. જ્યારે સલમાનની સાથે સ્ક્રિન શેર કર્યા પછી એક્ટ્રેસીસની કિસ્મત ચમકતી હોય છે. જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાનની ડીમાન્ડ સતત વધતી જ રહે છે. સલમાનની બહુચર્ચિત ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં તે પહેલી વખત ત્રણ એક્ટ્રેસ સાથે જાેવા મળશે. પૂજા હેગડે સાથે સલમાન ખાન ઓનસ્ક્રિન રોમાન્સ કરશે. જ્યારે શહનાઝ ગિલ અને પલક તિવારીના પણ સ્પેશિયલ કેરેક્ટર છે. ફરહાદ સામજીના ડાયરેક્સનમાં બની રહેલી આ ફિલ્મને ડિસેમ્બર, ૨૦૨૨માં રિલિઝ કરવાનો પ્લાન છે. સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ અને પુષ્પામાં આઈટમ સોન્ગના કારણે આખા દેશમાં જાણીતી બનેલી સામંથા રૂથ પ્રભુ સલમાન ખાન સાથે નો એન્ટ્રી ૨માં જાેવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં સામંથાની સાથે રશ્મિકા મંદાના પણ મહત્ત્વના રોલમાં જાેવા મળશે. સાઉથ અને બોલિવૂડ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે ત્ચારે બોલિવૂડની ઘણી ફિલ્મમાં સાઉથના સ્ટાર્સને લેવામાં આવે છે અને બોલિવૂડના સ્ટાર્સ સાઉથની ફિલ્મોમાં રોલ કરી રહ્યા છે. જાે કે ભાઈ જાનની ફિલ્મમાં સ્ટાર એ પોતે જ હોય છે અને તેથી તેઓ અન્ય કોઈ સ્ટાર સાથે સ્ક્રિન શેર કરવાના બદલે નવી એક્ટ્રેસીસ સાથે જાેડી જમાવવાનું પસંદ કરે છે.

Related Posts